• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ખાતમૂહુર્ત બાદ અટકેલું કાર્ય શરૂ કરવા માંગ

વાયોર, તા. 19 : બુધા (ફાટક)થી વર્માનગર સુધી 22 કિલોમીટરના માર્ગની બિસ્માર હાલતથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાયોર, અબડાસા, લખપત ના. સરોવર નેશનલ હાઇવે પર બરંદા, નારોડા આગળથી થોડા કિ.મી.ના અંતરે બુધા ફાટકથી વર્માનગર વચ્ચે માર્ગ પર તથા બંને સાઇડમાં મોટાભાગે ખાડાઓ હોતાં આજુબાજુના ગામલોકોને વર્માનગર સુધી જવામાં દોઢેક કલાકનો સમય જતાં વાહન વ્યવહાર પર અસર થાય છે. છેક વર્માનગર સુધી ખરાબ સિંગલ પટ્ટી માર્ગ પર સામેથી આવતા વાહનોને સાઇડ આપવામાં એક વાહન નીકળી ન જાય ત્યાં સુધી ફરજિયાત ઊભું રહેવું પડતું હોવાથી વાહન-ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાના-મોટા વાહનોની અવર-જવરવાળા માર્ગનું કામ મંજૂર થઇ ખાતમૂહુર્ત થઇ ગયું હોવા છતાં કાર્યવાહી શરૂ ન થતાં લોકવાયકાઓ દ્વારા ગામડાઓમાં ચર્ચાએ જોર પકડયું છે. ગામડાઓના માલધારીઓ, ખેડૂતો, ગ્રામજનો દ્વારા માર્ગ વિશે ચર્ચા થતી હોવાનું જાણકારો દ્વારા જાણવા મળ્યું હતું. આ માર્ગ પર અકસ્માતની ભીતિ સર્જાતાં આ વિસ્તારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી લોકોએ માંગ કરી હતી.

Panchang

dd