ભુજ, તા. 19 : અહીંના
સ્પીડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી કચ્છમિત્ર એન્કર કપની ક્વાર્ટર ફાઈનલ મેચમાં સેન્ટ
ઝેવિયર્સ સ્કૂલ-ભુજને હરાવીને આર.ડી. વરસાણી શાળાએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
આર.ડી.એઁ ટોસ જીતીને બેટિંગ લઈને અનિશ કેરાઈના 40 દડામાં
દસ ચોગ્ગા સાથે પ4 રન, મેન ઓફ ધ મેચ માધવ હીરાણીના 29 દડામાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 33 રન, ભૂપેન્દ્ર કેરાઈના 1પ દડામાં જ બે ચોગ્ગા અને બે છગ્ગ્ગા સાથે 26 રનના સહારે વીસ ઓવરમાં છ વિકેટે 164 રન કર્યા હતા.
સેન્ટ ઝેવિયર્સ વતી જૈનિશ ચૌહાણે 28માં
બે અને માધવે 17માં એક વિકેટ ખેરવી હતી. જવાબમાં
સેન્ટ ઝેવિયર્સ 16.4 ઓવરમાં 61 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેકન્ડ મેન ઓફ ધ મેચ હુસેન
ખીરાએ 24 દડામાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા
સાથે 2પ અને હેત ગઢવીએ 12 દડામાં એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 12 રન કર્યા હતા. આર.ડી. વતી માધવ હીરાણીએ દસ રનમાં ચાર
અને અનિશ કેરાઈએ 20માં બે, તો સુનીલ પિંડોળિયાએ 13 રનમાં
બે વિકેટ ઝડપી હતી.