• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

એપસ્ટીન : મોટા ધડાકાઓનું કાઉન્ટડાઉન શરૂ

વોશિંગ્ટન, તા. 19 : અમેરિકાના કુખ્યાત એપસ્ટીન જાતીય કૌભાંડની 68 તસવીર ગુરુવારે જારી થઈ હતી, જેમાં બિલ ગેટ્સ સહિત હસ્તીઓ જોવા મળતાં મચેલા ખળભળાટ વચચે શુક્રવારની મોડી રાત્રે વધુ મોટા ખુલાસાઓનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. એવું મનાઈ રહ્યું છે કે, દુનિયાના કદાવર કારોબારી- ઉદ્યોગપતિઓ અને નેતાઓનાં નામો આ ફાઈલોમાં છે. ફાઈલોમાં લાખો દસ્તાવેજ, 9પ હજારથી વધુ તસવીરો તેમજ બેન્ક રેકોર્ડઝ સામેલ છે. અમેરિકી ન્યાય વિભાગ તરફથી દુનિયાભરને આંચકો આપે તેવા ધડાકા કરવાની કવાયત આજે મોડી રાત્રે હાથ ધરાઈ હતી. આ અગાઉ વિશ્વભરમાં જેની ઉચાટ સાથે આતુરતા હતી તે એપ્સટીન ફાઈલ્સની તસવીરો જાહેર કરાઈ હતી. અમેરિકી હાઉસ ડેમોક્રેટ્સે ગુરુવારે કુખ્યાત ગુનેગાર જેફરી એપ્સટીન (ર019માં જેલમાં રહસ્યમય મૃત્યુ)ની એસ્ટેટમાંથી 68 ફોટા જાહેર કર્યા હતા. વધુ સ્પષ્ટતા વિના આ તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં બિલ ગેટ્સ અને બુદ્ધિજીવી-ફિલોસોફર નોઆમ ચોમ્સ્કી તથા ન્યૂયોર્ક ટાઈમ્સના કોલમિસ્ટ ડેવિડ બ્રૂક્સ જોવા મળે છે. એ સિવાય ગૂગલના નિમાર્તા સર્ગેઈ બ્રિન, ફિલ્મ નિમાર્તા વૂડી એલન, ટ્રમપના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન જેવી હસ્તીઓ પણ તસવીરોમાં જોવા મળી છે. કોંગ્રેસે એપ્સટીનની એસ્ટેટમાંથી મેળવેલા ઘણા મોટા સંગ્રહનો ભાગ છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં ધીમે ધીમે જાહેર જનતા માટે જાહેર કરવામાં આવી રહ્યા છે. નવી જાહેર કરાયેલી તસવીરોમાં ઘણા દેશોના પાસપોર્ટ અને ઓળખ કાર્ડની તસવીરો સામેલ છે. તસવીરો સાથે વ્યક્તિગત વિગતો છુપાવવામાં આવી છે. યુક્રેન અને રશિયા જેવા દેશોના દસ્તાવેજો સહિત ઘણા દસ્તાવેજો મહિલાઓના હોવાનું ચિહ્નિત છે. ઓળખ છુપાવવા માટે ઘણા ચહેરા ઝાંખા કરવામાં આવ્યા છે. તસવીરોમાં જાણીતા બુદ્ધિજીવી નોઆમ ચોમ્સ્કી વિમાનમાં એપ્સટીન સાથે બેઠેલા દેખાય છે. અન્ય તસવીરમાં બિલ ગેટ્સનો એક ફોટો જેનો ચહેરો ઝાંખો કરાયો છે, એક મહિલા સાથે પોઝ આપતા દેખાય છે. ફિલ્મ નિર્માતા વૂડી એલન અને ભૂતપૂર્વ ટ્રમ્પ વ્યૂહરચનાકાર સ્ટીવ બેનનની તસવીરો શામેલ છે, જે બંને અગાઉ જાહેર કરાયેલા ફોટામાં દેખાયા હતા. ફોટાના નવા જથ્થામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાતી નથી.

Panchang

dd