ભુજ, તા. 19 : રતનાલમાં
રમાયેલી કચ્છમિત્ર એન્કર કપની ડીપીએસ ગાંધીધામ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંજાર વચ્ચેની
લીગ મેચમાં ડીપીએસનો 103 રને
ભવ્ય વિજય થયો હતો અને તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટોસ જીતી સ્વામી વિવેકાનંદ
અંજારે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતાં ડીપીએસ ગાંધીધામના અરમાન શેખના
48 બોલમાં 86, શુભ
રાજાણીના 24 અને અમીત ...ના 21 રનની મદદથી 6 વિકેટે
198 રન બનાવ્યા હતા. સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંજાર તરફથી
કર્મદીપસિંહ, ઝેદ ખત્રી અને હિતેશ મકવાણાએ એક-એક વિકેટ ઝડપી હતી. જવાબમાં
સ્વામી વિવેકાનંદ અંજારની ટીમ 95 રનમાં
ઓલઆઉટ થઇ ગઇ હતી. કર્મદીપસિંહ ઝાલાએ 23, રૂદ્રાક્ષ
સોલંકીના 23 તેમજ હાર્દિક બડિયાએ 17 રન બનાવ્યા હતા. ડીપીએસ તરફથી રસીક ભાટિયાએ ત્રણ, આર્યન આહીર અને યક્ષ ઠક્કરે બે વિકેટ ઝડપી હતી. અરમાન શેખને મેન ઓફ ધ મેચ તો
કર્મદીપસિંહ ઝાલાને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. રાહુલ આહીર અને બિપિન આહીર
અમ્પાયર, માધવ આહીર સ્કોરર રહ્યા હતા. ગ્રાઉન્ડ વ્યવસ્થા નવીન
આહીરે સંભાળી હતી. દિપક માતા અને અશોક રાવલ તરફથી વિજેતાને ટ્રોફી અપાઇ હતી.