ભુજ, તા. 19 : પોલિયો
બાદ થેલેસેમિયા મહામારીને નાબૂદ કરવા માટે રોટરી સંસ્થા મહત્ત્વની ભૂમિકા ભજવી રહી
છે અને નવી મુંબઈ રોટરી ડિસ્ટ્રીક્ટ 3142 દ્વારા
મુંબઈથી કચ્છ સુધી આરોગ્ય અને થેલેસેમિયા જાગૃતિ માટે કાર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છની વિવિધ ક્લબ જોડાઈ હતી, તો આ રેલીનું કચ્છમાં
રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા આયોજન કરાયું હતું. ક્લબ પ્રમુખ હર્ષદ ભીંડેના જણાવ્યા
અનુસાર ડિસ્ટ્રીક્ટ 3055ના
ગવર્નર નિગમ ચૌધરી તથા રેલીના પ્રોજેક્ટ ચેરમેન મુંબઈના જય કારિયા તથા અમદાવાદના સંજય
દલાલના માર્ગદર્શન હેઠળ ભુજના ખાવડા ચાર રસ્તા ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ
માર્ગ પરથી પસાર થઈ અદાણી ગેઈમ્સ હોસ્પિટલના સહકારથી વોલસિટી ક્લબ સંચાલિત થેલેસેમિયા
સેન્ટર ખાતે સંપન્ન થઈ હતી, જેમાં કચ્છ ડિસ્ટ્રીક્ટના જયેશભાઈ
શાહ, પૂર્વીશ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ હાજર
રહ્યા હતા. નિગમભાઈ સાથે એજી. ધર્મેશ મહેતા, હર્ષદ ભીડે,
મંત્રી દર્શન ઠક્કર તથા પ્રિતેશ ઠક્કરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
40 જેટલી કાર સાથે ભુજના માર્ગો પર
થેલેસેમિયા જાગૃતિનાં બેનર્સ સાથે નીકળેલી રેલીને લોકોએ આવકાર આપી આ સદ્કાર્ય માટે
સંસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રેલીમાં વોલસિટી કલબના જયંત ઠક્કર, આનંદ મોરબિયા, અમિત ચૌહાણ, દત્તુ
ત્રિવેદી, રાજન મહેતા, દ્વિજેશ આચાર્ય,
ભરત ભણસાલી, રિતેશ સંઘવી, રિતેશ ભણસાલી, જેકી ઠક્કર, લવ કતિરા,
મેહુલ ઠક્કર, દિપેશ ઠક્કર, હિમાંશુ ચંદે જોડાયા હતા. કચ્છના ધર્મેન્દ્રાસિંહ વાઘેલા, રામદેવાસિંહ જાડેજા, રાજેશ પલણ, નરેન્દ્ર કાપડી, ઉર્મિલભાઈ હાથી, અશરફ મેમણ, મુંબઇથી નાઝિયા મોમીન તથા સુચિતા રેઘેએ થેલેસેમિયા
સેન્ટરના બાળકોની સાંત્વના મુલાકાત લીધી હતી સાથે વોલસિટીના થેલેસેમિયા નિર્મૂલન કાર્યની
સરાહના કરી હતી.