ગાંધીધામ, તા. 19 : વર્ષ
2023નારેન્જ આઈ.જી. કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ
દ્વારા આચરવામાં આવેલા સોપારી તોડ કાંડમાં અઢી વર્ષથી ફરાર આરોપી સામેથી હાજર થયો હતો.
આ પ્રકરણમાં હજુ એક આરોપી ફરાર છે. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ રેન્જ આઈ.જી.ના સાયબર સેલના કર્મચારીઓ દ્વારા સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો.
બાદમાં ગોડાઉન મેનેજરનું અપહરણ કરીને ધાકધમકી કરી હતી અને સંચાલન સુનિલ પંડિત પાસેથી
3.75 કરોડ રૂપિયાની માગણી કરીને પૈસા
પડાવ્યા હતા. આ તોડ મામલે સુનિલ પંડિતે ફરીયાદ નોંધાવી હતી. આ મામલે ચાર આરોપીની ધરપકડ
થઈ હતી. તપાસનીશ આરોપી કોન્સ્ટેબલ ભરત આશરિયા ગઢવી ફરાર હતો તે મુંદરા પોલીસ મથકમાં
સામેથી હાજર થયો હતો, તેની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ
મગાયા હતા. તે પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.