રતનાલ, તા. 19 : ભુજ
તાલુકાના ડગાળા ગામે ગૌસેવાના લાભાર્થે સમસ્ત આહીર સમાજ દ્વારા આહીર પ્રીમિયર લીગ
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 110 ટીમે
ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં એલ.વી.સી મમુઆરા અને મહાદેવ નંદગામ વચ્ચે રમાઈ હતી.
જેમાં એલ.વી.સી મમુઆરા વિજેતા બની હતી. મેન ઓફ ધ સિરીઝ પંકજ છાંગા, બેસ્ટ બેટ્સમેન પંકજ
છાંગા, બેસ્ટ બોલર ક્રિશ જાટિયા રહ્યા હતા. આ પ્રસંગે ટુર્નામેન્ટમાં 48 લાખ
રૂપિયા ગૌસેવાના લાભાર્થે એકત્ર થયા હતા. આ પ્રસંગે 1008 મહામંડલેશ્વર
મૂળજીરાજા કાપડી દાદાએ ગૌસેવાના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યને
બિરદાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા
કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, રૂપેશભાઈ છાંગા, ભૂરાભાઈ બત્તા, દામજીભાઈ ચાડ, ધનાભાઈ
ઢીલા, ડાયાભાઈ વરચંદ, વિરમભાઈ મેરિયા,
માવજીભાઈ ઢીલા, હરેશ વરચંદ, દાના રામા વરચંદ સહિતના ગામના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટમાં ડગાળા આહીર યુવક મંડળ અને ગ્રામજનો દ્વારા વ્યવસ્થા અને જહેમત
ઉઠાવી હતી.