• શનિવાર, 21 નવેમ્બર, 2026

સંગઠનને મજબૂત કરવા કાર્યકરોને આહ્વાન

નખત્રાણા, તા. 20 : અહીંના ભાજપ કાર્યાલય ખાતે નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મંડલ દ્વારા નૂતન વર્ષનું સ્નેહમિલન અને સંગઠન મજબૂત કરવા કાર્યકરોને આહવાન કરાયું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જનતાની વિકાસની આશા અપેક્ષાઓ પૂર્ણ કરવાના કામે લાગી જવા તેમજ આગામી રવિવારે યોજાનારા અબડાસા વિધાનસભા ક્ષેત્રના ત્રણેય તાલુકાના વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં પાર્ટીના, સમાજોના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે દરેક ક્ષેત્રના પાર્ટીના કાર્યકરો કાર્યમાં લાગી જવા અગ્રણી વક્તાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, પાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, ઉ. પ્રમુખ દમયંતીબેન સેંઘાણી, જિલ્લા અનુજાતિ મોરચાના પ્રમુખ અગ્રણી રવિભાઈ ગરવા, મોહનભાઈ ચાવડા, તા. ભાજપના પ્રમુખ ધર્મેશ કેશરાણી, ઉ. પ્રમુખ ચેતનભાઈ ઠક્કર, લક્ષ્મણસિંહ સોઢા, મહામંત્રી હરિસિંહ રાઠોડ, અશ્વિન સોની, જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી, તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, પ્રતિનિધિ નીતિનગિરિ ગોસ્વામી, લાલજીભાઈ રામાણી, બાબુભાઈ ધનાણી, તા.પં. કારોબારી ચેરમેન બેચરભાઈ રૂડાણી, તા.પં. સદસ્ય મનીષ મહેશ્વરી, જિતેન્દ્રસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, હાજી મામદ ખત્રી, પ્રવીણસિંહ જાડેજા, મોહનભાઈ પટેલ, કરણભાઈ રબારી (સરપંચ ઉગેડી), શિવાભાઈ પલણ, હિરેન ભટ્ટ, ડાયાભાઈ સેંઘાણી, મનન લુહાર, ચંદ્રિકાબેન પટેલ, અંજનાબેન મકવાણા સહિત પાર્ટીના મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો-કાર્યકરોને સેવાકાર્યોમાં લાગી જવા આહવાન કરાયું હતું. ધારાસભ્ય જાડેજા સાથે પાર્ટીના કાર્યકરોએ નખત્રાણા બજારમાં ડોર-ટુ-ડોર વેપારીઓને મળી નવા વર્ષના રામ-રામ કર્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd