• શનિવાર, 21 નવેમ્બર, 2026

મુંદરાનાં શિક્ષિકાની શિક્ષણ માટે પહેલ

મુંદરા, તા. 20 : અહીં શિક્ષણ ક્ષેત્રની એક અનોખી અને પ્રેરણાદાયી પહેલમાં એક કન્યાએ લગ્ન પ્રસંગે મળેલી ભેટની રકમમાંથી રૂા. 50,890નું દાન નવનિર્માણ પામી રહેલી શિક્ષણ સંસ્થાને અર્પણ કર્યું હતું. મુંદરાના હાજી સમીરભાઈ થેબાના પુત્રી સબીનાબેન થેબા પોતે આર.ડી. શાળામાં શિક્ષિકા રહી ચૂકયાં છે અને તાજેતરમાં પોતાના લગ્ન પ્રસંગે મળેલી બક્ષીશની રકમમાંથી એમણે આ રકમનો ચેક શિક્ષણના હિતાર્થે નવનિર્માણ થતી અલફતેહ એકેડેમીને અર્પણ કર્યો હતો અને એ સાથે શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો છે. આ પ્રસંગે અલફતેહ એકેડેમીના ટ્રસ્ટીઓ હનીફભાઈ જત, યુસુફભાઈ ખત્રી, એડવોકેટ રબ્બાની જત અને ફારૂક જત દ્વારા દાતા પરિવારના હાજી સમીરભાઈ થેબા, હાજી ફરહાન થેબા તથા તેમના પરિવાર પાસેથી દાનનો ચેક સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ધર્મગુરુઓ સૈયદ કાસમશા, સૈયદ જલાલશા સિનુગ્રાવાળા અને મુંદરાના સૈયદ મોહમ્મદ રઝાએ સબીનાબેનની આ પહેલને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, મુંદરામાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલન હેઠળ અલફતેહ એકેડેમી અંગ્રેજી સ્કૂલનું નવનિર્માણ ધમધોકાર ચાલી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પાયાવિધિ કાર્યક્રમ સાથે કાર્યનો આરંભ થયા બાદ ત્રણ માળની ઇમારતમાંથી હાલમાં બીજો માળ બની ચૂક્યો છે અને આગામી સમયમાં ઝડપી કામ પૂરું કરવામાં આવશે એવો નિર્ધાર ટ્રસ્ટીઓએ વ્યક્ત કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd