ભુજ, તા
20 : દાતા દિનેશભાઈ મોહનલાલ સોનેતા તરફથી એલ એન એમ લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન રૂ. 8, 00, 000 મળયું હતું જેનો લોકાર્પણ સમારોહ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ દાન સ્વ કેસરબેન મોહનલાલ સોનેતા - માતા, સ્વ મોહનલાલ રવજીભાઈ સોનેતા ભાઈ સ્વ લક્ષ્મીબેન - નાનીમા સ્વ લાલજીભાઈ ડુંગરશી નાના, સ્વ ઝવેરબેન ફઈબા, સ્વ માધવજીભાઈ ફુવા તથા સર્વે સ્વજનો ની પુણ્યસ્મૃતિમાં કરાયું હતું. દિનેશભાઈ પેન્શનર છે, એમના પેન્શનમાંથી તથા વડીલોની મિલકતમાંથી આ દાન કરવામાં આવ્યું હતું. પણ દાતા તરફથી આંખનો મેગા ફી આઈ ઓપરેશન કેમ્પ યોજાયો હોવાનું જણાવ્યું હતું. દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આ અવસરે દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા દ્વારા દાતા દિનેશભાઈ સોનેતા, કુસુમબેન સોનેતા અરવિંદ આર પલાણ, નિષાદ આઈ. ચોપદાર, જેઠાલાલ ખટાઉ માથકીયા, જ્યેશભાઈ કેશવજી સોનેતા, રાજુભાઈ એસ પુજારા અને દિલેશભાઈ પુજારાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શૈલેષ માણેક દ્વારા હોસ્પિટલમાં ચાલતી ફી કિડની ડાયાલિસીસ, ફી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયામેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાનો આભાર વ્યકત કરાયો હતો. વધુમાં જણાવાયું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફી ડાયાલિસીસ સેવા આપી રહી છે. અત્યાર સુધી 237000થી વધુ ફી ફાયાલિસિસ પૂર્ણ કરાયા છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150થી વધુ દર્દીઓ નિયમિત ડાયાલિસિસ કરાવા આવે છે. તેમ ઉમેર્યું હતું. આ અવશરે નવીન મહેતા, મનસુખભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહઁયા હતા. આભાર વિધિ પ્રોજેકટ કો - ઓડિનેટર અભય શાહે કરી હતી.