• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ભુજમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણી

લોહાણા મહાજન દ્વારા પૂજનવિધિ, આરતી જેવા કાર્યક્રમો યોજાયા, મહાપ્રસાદનો હજારો ભક્તે લાભ લીધો

ભુજ, તા. 16 : અહીંના લોહાણા મહાજન દ્વારા દર સંત શિરોમણિ પૂ. જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવ, હર્ષોલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌ જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. મહાજનના મંત્રી કમલભાઈ કારીઆના જણાવ્યા અનુસાર દરિયાસ્થાન મંદિર ચોક ફળિયા ખાતે સવારે શાસ્ત્રોકતવિધિથી પૂજનવિધિ તથા સંગીતમય મહાઆરતી પૂર્ણ થયા બાદ ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેનું કચ્છી પાઘડી પહેરાવીને હરેશભાઈ કતિરા, કીર્તિભાઈ ઠક્કર, અમદાવાદ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ ધીરાજભાઈ ચંદે, શશિકાંતભાઈ ઠક્કર, હિતેશભાઈ ઠક્કર દ્વારા સન્માન કરાયું હતું તથા સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન ઉપપ્રમુખ કમલભાઈ સોનપાર, મંત્રી મનોજભાઇ સોનપાર, રાજેન્દ્રભાઈ સોનપારનું પણ સન્માન કરાયું હતું. જલારામ જયંતી ઉત્સવના મુખ્ય દાતા યજમાન પરિવાર ગં.સ્વ. નાથાબેન શંકરલાલ ઠક્કર (કેશરિયા), વસંતબેન શાંતિલાલ કેશરિયા, સરસ્વતીબેન શશિકાંતભાઈ કેશરિયા, ભાવનાબેન મહેશભાઇ કેશરિયા (સ્વ. ઇલાબેન), ડિમ્પલબેન પરેશભાઈ કેશરિયા, શ્વેતાબેન ભાવિકભાઈ કેશરિયા, નિરાલીબેન ધ્યાનીશભાઈ કેશરિયા, મીરાબેન શિવમભાઈ કેશરિયાના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ તથા ઉપપ્રમુખ અન્ય હોદ્દેદરો તેમજ કારોબારી સભ્યો દ્વારા દાતા પરિવારનું સન્માન કરાયું હતું, પૂજનવિધિના આચાર્ય પદે દીપેનભાઈ જોષી રહ્યા હતા. જલારામ જયંતી ઉત્સવના સર્વે કાર્યક્રમો તથા સાંજે સમૂહપ્રસાદના સ્થળે પેડી ફંડ સ્વીકારવા સહિતના સર્વે કાર્યને સફળ બનાવવા મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, ડો. પ્રફુલ્લાબેન કોટક, ભુજ લોહાણા મહિલાશ્રમના પ્રમુખ ચેતનભાઈ ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, ભુજ લોહાણા મહાજન, ભુજ લોહાણા મહિલા મંડળ, ભુજ લોહાણા યુવા મંડળ તથા ભુજ શહેરની લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો, કારોબારી સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી. સાંજે સમૂહપ્રસાદ દરમ્યાન, મહાજનમાં છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર, ધર્મેશભાઈ ઠક્કર, જયભાઈ ઠક્કર (જિજ્ઞા રેસ્ટોરેન્ટ)નું સન્માન કરાયું હતું. સાંજે રાજ ગઢવી ટીમ તેમજ નીલેશ ગઢવીના સથવારે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજન વાડી, રસિક કતિરા પાર્ટી પ્લોટ તેમજ વડીલો માટે મહિલા આશ્રમમાં સમૂહ ભોજનપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં માધાપર, મિરજાપર, સુખપર તથા રાયધણપર તથા ભુજ શહેરની આસપાસના પંચકોશી વિસ્તારના ગામોના જ્ઞાતિજનો તથા ભુજ શહેરના સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન તેમજ દેપાળા જ્ઞાતિના જ્ઞાતિજનો સહિત 11 હજાર જેટલી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વ્યવસ્થા ભુજ લોહાણા મહાજન, મહિલા મંડળ, યુવા મંડળના કારોબારી સભ્યો તથા હાંડલા ફળિયા ગરબી મંડળ, રઘુવંશી ઉત્કર્ષ મંડળ-નવી રાવલવાડી, ગેરવાળી વંડી ગરબી મિત્ર મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ તથા મહિલા પાંખ, વાગડ રઘુવંશી સમાજ યુવાપાંખ, વાગડ લોહાણા રઘુવંશી પરિવાર, પ્રમુખ સ્વામી નગર રઘુવંશી પરિવાર, ઉત્તર ગુજરાત લોહાણા સમાજ, સંસ્કારનગર રઘુવંશી પરિવાર, ગણાત્રા પરિવાર, વોકળા ફળિયા મિત્ર મંડળ, ઉમેદનગર તથા નરનારાયણ નગર રઘુવંશી કાર્યકરોએ સંભાળી હતી.

સત્યમ-તાનારીરી દ્વારા સેવાકાર્યો

દરમ્યાન ભુજ ખાતે સત્યમ-તાનારીરી સંસ્થા દ્વારા જલારામ જયંતી નિમિત્તે ભૂંગા અને ઝૂંપડામાં રહેતા પરિવારોને અલ્પાહાર, ખીચડી-કઢી, રાશનકિટ અને કપડાનું દાતાઓના સહયોગે વિતરણ કરાયું હતું. સંસ્થાના દર્શક અંતાણી, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, નરેન્દ્ર સ્વાદિયા, નયન શુક્લ, જટુભાઈ ડુડિયા, રામુબેન પટેલ, મનજી ગામોટ વગેરે સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd