• શનિવાર, 14 નવેમ્બર, 2026

માંડવીના ખારવા સમાજે દીકરીના હત્યાની ઘટના માટે ન્યાય માગ્યો

સમાજની બેઠકમાં એકતા માટે ઠરાવ કરાયો

માંડવી, તા. 13 : માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરમાં ખારવા સમાજની બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં ખારવા સમાજની દીકરી સ્વ. પાર્વતીબેન રામજી પાંજરીની હત્યાની ઘટના તેમજ સમગ્ર સમાજની લાગણીઓ અને સુરક્ષાના પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી. સમાજના વડીલો, યુવાનો તેમજ સમાજ બંધુઓએ પોતાની લાગણી, વિચારો રજૂ કર્યા હતા. ખાસ દીકરીને ન્યાય મળે, દોષિત સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન થાય તેવી રજૂઆત કરાઈ હતી. સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સમાજ બંધુઓની સહમતિથી સમાજના હિત, ન્યાય અને એકતા સંબંધિત ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ માત્ર બેઠક જ નહીં, પરંતુ ખારવા સમાજની એકતા અને સંગઠન તરફનું મહત્ત્વપૂર્ણ પગલું હતું. આગામી દિવસોમાં આવેદનપત્ર આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd