• શનિવાર, 14 નવેમ્બર, 2026

કાજીરંગામાં કાળચક્ર ફર્યું; 24 મોત

કાજીરંગા, તા. 13 : આસામનાં કાજીરંગામાં શુક્રવારે કાળમુખા માર્ગ અકસ્માતમાં 24 લોકોનાં કરુણ મોત થઇ ગયાં હતાં. એક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ખતરનાક ટક્કર થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં જીવ ખોનારા લોકોમાં વધુ પડતા વિદ્યાર્થીઓ છે. પૂરપાટ દોડતી મિની બસ અને ટ્રકની સામસામે ટક્કરમાં અનેક યાત્રી ઘાયલ થઇ ગયા હતા. બસમાં 35થી વધુ યાત્રી સવાર હતા. ગોલાઘાટના એસએસપી સ્પપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે, વધુ પડતી ગતિ સાથે બસ દોડાવી રહેલા ડ્રાઇવરે નિયમનું પાલન નહોતું કર્યું. ટક્કર બાદ બસના ફૂરચા ઊડી ગયા હતા. બચાવ રાહત અભિયાન છેડનાર ટીમના જવાનોએ બસના ભાગો કાપીને ફસાયેલા મૃતદેહો કાઢયા હતા. દુર્ઘટના બાદ ઘાયલ થયેલા યાત્રીઓને જોરહાટ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની ભીતિ સેવાઇ રહી છે. અહેવાલ અનુસાર આ મિની બસ સામે કુલ ચાર ચલણ જારી થઇ ચૂક્યા છે, જેના પર કુલ 36,500 રૂપિયાનો દંડ ભરી દેવાયો છે. સરકારી આંકડા અનુસાર, 2020થી 2024 દરમ્યાન પાંચ વર્ષમાં આસામમાં લોહિયાળ માર્ગ અકસ્માતોમાં 15 હજારથી વધુ મોત થઇ ચૂક્યાં છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd