• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

કર્મચારીઓના આરોગ્યની ચકાસણી સાથે જનજાગૃતિ માટે શ્રમદાન

ભુજ, તા. 29 : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા જિલ્લામાં સફાઇ કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને `સફાઇ કર્મચારી સુરક્ષા શિબિર' તથા વિવિધ સ્થળોએ સફાઇ અભિયાન યોજાયા હતા. આ અંતર્ગત સફાઇ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસનું આયોજન કરાયું હતું. કામગીરી દરમ્યાન આરોગ્યની સુરક્ષા, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અંગે સમજ અપાઇ હતી. સુખપર ગામે ધારાસભ્ય કેશુભાઇ પટેલે સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની જવાબદારી ન બની રહે પરંતુ દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તે માટે અપીલ કરી હતી. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. આ તકે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બાબતે સંદેશ અપાયો હતો. લખપત તાલુકાના નારાયણ સરોવર અને કપુરાશી ગામે, રાપર તાલુકાના ચિત્રોડ, ભચાઉ તાલુકાના મનફરા અને ખારોઇ, ભુજ તાલુકાના સુખપર, માંડવી તાલુકાના ગુંદિયાળી તેમજ નખત્રાણા તાલુકાના મુરુ તથા વિવિધ ગામોમાં સફાઇ અભિયાન યોજાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd