• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

રાષ્ટ્રીય એકતા પરેડમાં કચ્છનું પ્રતિનિધિત્વ એચ.જે.ડી.નો છાત્ર કરશે

કેરા (તા. ભુજ), તા.29 : સ્ટેચ્યૂ ઓફ યુનિટિ કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી. ઈન્સ્ટિટયૂટની એનસીસી આર્મી વિંગનો કેડેટ સિનિયર અંડર ઓફિસર ધ્રુવ ચૌહાણ ભાગ લઈ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. ચેરમેન ડો. જગદીશભાઈ હાલાઈ, એએનઓ દીપેશ પિંડોરિયા દ્વારા પ્રોત્સાહન અપાયું હતું. રાષ્ટ્રીય પરેડ નિહાળવા મહેમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ., પોલીસની 28 ટૂકડી ભાગ લેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd