• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ગાંધીધામનો વિલંબીત રાજવી ઓવરબ્રીજના પ્રકલ્પનો મુદો સોશ્યલમીડીયામાં ભારે ટ્રોલ

ગાંધીધામ, તા. 29 : શહેરના વિકાસને કાળીટીલીરૂપ અને છેલ્લા લાંબા સમયથી વિલંબથી ચાલતા રાજવી ફાટક ઓવરબ્રીજ નિર્માણ  પૂર્ણ થતા નાગરીકોમાં ભારે નારાજગી પ્રસરી છે. વારંવાર  જુદા-જુદા કારણોસર અટકેલા આ પ્રકલ્પ મુદે ટીપ્પણી સાથે  સોશ્યલ મીડીયામાં  ભારે ટ્રોલ થયો છે. અંજાર, વરસામેડી, ગળપાદર સહિતના વિસ્તારને ગાંધીધામ અને આદિપુર સાથે જોડવા માટે કડીરૂપ રાજવીફાટક વારંવાર બંધ થતા નાગરીકોને ભારે હાલાકી વેઠવાનો  વારો આવ્યો છે. આ મુશ્કેલી નિવારવા માટે રાજયસરકાર ધ્વારા માતબર રકમના ખર્ચે અહીં ઓવરબ્રીજ બાંધવા નિર્ણય લેવાયો હતો. આ પ્રકલ્પ શરૂ  થયાથી અત્યારસુધીમાં  જુદા-જુદા કારણોસર   આ બ્રીજ નિર્માણનુ કામ  વખતોવખત ખોરંભે ચડયુ છે. આ ઓવરબ્રીજ નિર્માણ માટે સુરક્ષાદળની જમીન   સંપાદન તેમજ જરૂરી મંજૂરી પ્રક્રિયાને લઈને  આખો પ્રકલ્પ  લાંબા સમયથી અટકયો હતો. જે તે  સમયે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને સાંસદ વિનોદ ચાવડા ધ્વારા દિલ્હીમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. પરીણામે  ગુંચવાયેલો  મુસદો ઉકેલાયો હતો. આ ઉકેલાયા બાદ પણ સુરક્ષા દળની જમીનમાં કામ કરવા માટે માર્ગ અને મકાન વિભાગને  જરૂરી હકારાત્મક અભિગમ ન સાંભળતા   કામ આગળ ધપી શકયુ ન હતું. સંબંધિત તંત્રોની ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠકમાં ઓવરબ્રીજ નિર્માણનુ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં મનોમંથન થયા બાદ આ કામનો ફરી ધમધમાટ થયો હતો. હાલના તબકકે  સુરક્ષાદળની જમીનમાં દિવાલ,બેરેક સહિતનુ કામ પૂર્ણ થવાના તબકકામાં છે.ઈ.આર.સી સેન્ટર સામે આર.સી વોલ બનાવવાનુ કામ પણ જોશભેર ચાલી રહયુ  છે.અન્ય કોઈ વિધ્ન ન નડે તો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ થવાની વકી જાણકારોએ વ્યકત કરી હતી. ઓવરબ્રીજ નિર્માણ માટે વધારાના ખર્ચે માટેની ગ્રાન્ટ માટે  સૈધ્ધાંતિક મંજુરી મળી ચુકી છે.અલબત 30.63 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવી થઈ નથી.જેના કારણે સુરક્ષાદળને જમીન સંપાદન માટે નાંણા ચુકવી શકયા નથી.ગ્રાન્ટ ની રકમની સમયસર ફાળવણી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ફરી કામ અટકી શકે તેમ લાગી રહયુ છે. આ દિશામાં પ્રયાસ કરવામાં આવે તે સમયની માંગ છે.માર્ગ મકાન વિભાગ ધ્વારા મહાનગરપાલિકા સમક્ષ  સમયસર ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત પણ કરી છે. નોંધપાત્ર છે કે અવારનવાર અટકતા આ કામ લઈને સ્થાનિકો ભારે નારાજ છે. ત્યારે સોશ્યલ મીડીયાના માધ્યમમાં આદીકાળથી આ બ્રીજનુ કામ ચાલતુ હોવાના ચિલચિત્રોનો વિડીયો ટ્રોલ થઈ રહયો છે. આ અનેક પ્રકારની ટીકા ટીપ્પણી થઈ રહી છે. લોકોએ સોશ્યલ માધ્યમનો ઉપયોગ કરીને પોતાની વ્યથા સરકાર તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓના કાને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd