• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ભુજની વધુ એક સરકારી કચેરી પર જપ્તીનો દંડૂકો

ભુજ, તા. 29 : શહેરના પ્રાંતના જમીન સંપાદન વિભાગમાં આજે કોર્ટ દ્વારા જપ્તીની આકરી કાર્યવાહી કરવામાં આવતાં સરકારી તંત્રમાં સોપો પડી ગયો હતો. અગાઉ ભુજની સરકારી હોસ્પિટલમાં સિવિલ સર્જનની કચેરી ઉપર કોર્ટ દ્વારા રાચરચીલાની જપ્તી અને કચેરીનો કબજો લઇ લેવાનો બનાવ તાજો જ છે, ત્યારે  2018માં અરજદારોને વધુ વળતર ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો હતો. જેની તામીલ ન થતાં અરજદારોએ  તામીલ દરખાસ્ત કરી હતી, જેને લઇ જપ્તીનું વોરંટ ઇસ્યૂ થયું હતું. ભુજ કોર્ટના અમલદારો આજે આ વોરંટ સાથે ભુજ પ્રાંતના જમીન સંપાદન વિભાગમાં પહોંચ્યા હતા અને ત્યાં કાગળોની કાર્યવાહી સાથે કબાટ, ટેબલ, ખુરશી અને કોમ્પ્યુટર સામાનની જપ્તીની કાર્યવાહી કરી હતી. સરકારી કચેરીઓ પર કાયદાનો આ આકરો દંડૂકો ઉગામાતાં સરકારી તંત્રમાં સોંપો પડી ગયો છે. આ કેસની વિગત મુજબ વર્ષ 1991થી ભુજના માધાપર સંરક્ષણ હેતુ કે.એલ.પી. યુનિટ માટે સંપાદન કરાયેલી જમીન સંબંધે વધુ વળતર ચૂકવવા માટે અરજદારો કિશોર વી. ઠક્કર સહિતના દ્વારા થયેલા કેસોમાં વર્ષ 2018માં અરજદારોને વધુ વળતર ચૂકવવા માટે ગુજરાત સરકાર વિરુદ્ધ હુકમનામું કોર્ટ દ્વારા  કરવામાં આવ્યું હતું, જેની તામીલ ન થતાં અરજદારોએ તામીલ દરખાસ્ત કરી હતી, જેના સંબંધે ભુજના અધિક સિનિયર સિવિલ જજે જમીન સંપાદન અધિકારી, નાયબ કલેક્ટર કચેરી ભુજ સામે જપ્તી વોરંટ ઇસ્યૂ કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદારોના વકીલ તરીકે અતુલ નેમચંદ મહેતા હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd