• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

કચ્છ યુનિ.એ સ્પોર્ટસ ફીમાં કરેલા વધારાનો ઉગ્ર વિરોધ

ભુજ, તા.28 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ ફીમાં કરાયેલા વધારાને લઈને એનએસયુઆઈએ  ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીની અગાઉ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સ્પોર્ટ્સ ફી, સાંસ્કૃતિક ફી તથા ઝોનલ ફીમાં રૂપિયા 50નો વધારો તથા સમગ્ર વર્ષ માટે માત્ર રૂા.100નો વધારો કરવાનો નિર્ણય/ઠરાવ કરવામાં આવ્યો હતો. ફી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા અધિકૃત નિર્ણય વચ્ચે આ વધારો વિરોધાભાસ અને વિસંગતતાવાળો છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. એનએસયુઆઈએ આ વિસંગતતા અંગે તાત્કાલિક યોગ્ય તપાસ કરી સ્પષ્ટતા કરવા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવને અનુરૂપ ફીનું સુધારેલું માળખું/પરિપત્ર ફરીથી જાહેર કરવા, કચ્છ યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ બાબતે હંમેશાં વિદ્યાર્થીઓના હિતોને નુકસાન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ તથા અન્ય બાબતો યોગ્ય વસ્થામાં ન હોઈ જે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે અને ગ્રાઉન્ડનું સમારકામ તથા જરૂરી અન્ય તમામ બાબતોનું યોગ્ય નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી. આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ જાડેજા, યાજ્ઞિકભાઈ, હર્ષદભાઈ, ભુપેન્દ્રભાઈ, યશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd