• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

અંજાર ક્ષત્રિય સમાજ ભવનના ડોમ નિર્માણ માટે 1.25 કરોડનુ દાન

અંજાર,તા.28 : અહીંના રાજપૂત ક્ષત્રિય સમાજના સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે સમાજના સેવાભાવી પરિવાર દ્વારા  પિતાની સ્મૃતિમાં અંજાર રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન ખાતે ડોમના નિર્માણ માટે રૂ. 1.25 કરોડનું અનુદા આપ્યુ હતું.  સ્વ. મહાવીરસિંહ નરપતસિંહ વાઘેલાની સ્મૃતિમાં તેમના પુત્રો  ગોપાલસિંહ મહાવીરસિંહ વાઘેલા તથા  પ્રતિપાલસિંહ મહાવીરસિંહ વાઘેલા દ્વારા સમાજના વિકાસમાં યોગદાન આપવાના ઉમદા હેતુથી  અને  સમાજસેવા, દાતૃત્વ અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાતાઓના સહકારથી અંજાર ક્ષત્રિય સમાજ ભવન ખાતે ડોમનું નિર્માણ પૂર્ણ થવાથી સમાજના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો માટે વિશાળ અને સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બનશે. સમાજનાં સંમેલનો, સન્માન સમારોહો, યુવા માર્ગદર્શન કાર્યક્રમો, સામૂહિક પ્રસંગો તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓના આયોજનમાં આ ડોમ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દાતા  પરિવાર ના અનુદાનથી સમાજના માળખાકીય વિકાસને નવી દિશા મળશે તેમજ આવનારી પેઢીઓ માટે ઉપયોગી સુવિધાનું નિર્માણ થશે. તેમજ સહયોગી પરિવારનો આ સેવાભાવ સમાજમાં એકતા, સહકાર અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે. અંજાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સ્વ. મહાવીરાસિંહ નરપતાસિંહ વાઘેલાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી . તથા તેમના પુત્ર ગોપાલસિંહ અને પ્રતાપાલસિંહનુ સ્મૃતિચિહન સાથે અભિવાદન કરી આભાર વ્યકત કરાયો હતો. આ પ્રસંગે  અંજાર રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રણજીતસિંહ બી. જાડેજા, ઉપપ્રમુખ, કિશોરસિંહ કે. જાડેજા, મહામંત્રી શ્રીપાલસિંહ એસ. જાડેજા, સહમંત્રી જાલમસિંહ કે.જાડેજા, ખજાનચી જીતેન્દ્રસિંહ જે. પરમાર, કારોબારી સભ્ય ધીરૂભાડી. રાણા, અજીતસિંહ કે. ચુડાસમા, શક્તસિંહ બી. જાડેજા , મહાવીરસિંહ એમ. વાધેલા , હરેન્દ્રસિંહ બી. જાડેજા , અનિરૂધ્ધસિંહ ડી. જાડેજા સહિતના ઉપસ્થિત રહયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd