• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

અદાણી પોર્ટસની આવકમાં 24 ટકા વૃદ્ધિ

મુંદરા, તા. 28 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.એ 30 સપ્ટેમ્બર-2026ના  પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યાં છે. આ ગાળામાં એકીકૃત આવક 24 ટકા વધીને રૂા. 11,340 કરોડ અને એબિડ્ટા 23 ટકા વધીને રૂા. 6807 કરોડ થઈ છે. આ મજબૂત પ્રદર્શન ભારતના સૌથી મોટા અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંકલિત પરિવહન સંચાલક તરીકે કંપનીના રૂપાંતરણને સ્પષ્ટ કરે છે. કંપનીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંદરો, લોજિસ્ટિક્સ અને સમુદ્રી ક્ષેત્રોમાં અનેકવિધ વિકાસના પરિબળો એકસાથે આગળ વધી રહ્યા છે. સમીક્ષા હેઠળના સમયગાળા અને નાણાં વર્ષ-27ના પ્રથમ અર્ધ વાર્ષિકગાળાના એકીકૃત તુલનાત્મક નાણાકીય પરિણામો મુજબ ગત વર્ષના સમાન સમયમાં રૂા. 9167 કરોડની આવકની તુલનાએ ચાલુ વર્ષે આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂા. 11,340 કરોડ થઇ છે, જ્યારે ગત વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં વાર્ષિક ધોરણે રૂા. 18,294 કરોડની આવક 21 ટકા વધીને રૂા. 22,161 કરોડ થઇ છે. ગત નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે કર બાદનો નફો રૂા. 3120 કરોડ હતો, જેની સામે ચાલુ વર્ષના સમાન ગાળામાં 18 ટકા વધી રૂા. 3682 કરોડ થયો છે, જ્યારે ગત વર્ષના પ્રથમ છ માસિકમાં કર બાદનો નફો રૂા. 6431 કરોડ તે ચાલુ નાણાં વર્ષના પ્રથમ છ માસિકમાં 14 ટકા વધી રૂા. 7332 કરોડ થયો છે. અદાણી પોર્ટસના પૂર્ણકાલીન ડિરેક્ટર અને સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, `અદાણી પોર્ટસ અને સેઝની નાણાકીય સમજ અને અમલ કરવાની ક્ષમતા અને રોકડ પ્રવાહના સંકલનના કારણે અમે સક્ષમ થઇ આગળ વધી રહ્યા છીએ.  સ્થાનિક બંદરો અમારી કમાણીને મજબૂત બનાવી રહ્યા છે,  તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બંદરો, લોજિસ્ટિક્સ અને મરીન શક્તિશાળી વૃદ્ધિ એન્જિન તરીકે ઊભરી રહ્યા છે.' 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd