• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભુજ લોહાણા સમાજ ગરિમાપૂર્ણ ઉત્સવમાં જોડાયો

ભુજ, તા. 27 : લોહાણા મહાજન આયોજિત લોહાણા યુવા મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિનું ડોનેશન કૂપનના લક્કી ડ્રો સાથે સમાપન કરાયુ હતું. સમિતિના હોદ્દેદારો અને જનતાની ઉપસ્થિતિમાં યોજાયેલા  ડ્રોમાં ઉપપ્રમુખ હરેશ કતિરા, પૂર્વ પ્રમુખ કિરણ ગણાત્રા, ધીરજલાલ ચંદે, વિનય રેલોન, કૌશલ ગણાત્રા, મંત્રી કમલ કારિયા, ખજાનજી હિતેશ ઠક્કર, નવરાત્રિ પ્રોજેક્ટ ચેરમેન ધીરેન ભાનુભાઇ ઠક્કર, કો-ચેરમેન અલ્પેશ ચંદે, સંયોજક હર્ષદ ભીંડે, મહિલા આશ્રમ પ્રમુખ ચેતન બારુ, યુવા મંડળ પ્રમુખ નીલ સચદે, મહિલા મંડળ પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, નમન ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં ડ્રો કરાયો હતો. નવરાત્રિના પ્રોજેકટ ચેરમેન તરીકે સેવા બદલ ધીરેન ઠક્કરનું વિશેષ સન્માન કરાયું હતું, તેમણે સમાજની દરેક વ્યક્તિના યોગદાનની પ્રશંસા કરતાં પ્રતિભાવ આપ્યો હતો. કાર્યક્રમમાં હર્ષદ ઠક્કર (હકી), દર્શન ભીંડે, મીત પૂજારા, જયેશ કે. ઠક્કર, મહેશ રાજદે, ચિંતન ઠક્કર, વિરાગ શેઠ, ગૌતમ શેઠિયા, પીયૂષ ઠક્કર, બ્રિજેશ ઠક્કર, હરેશ ઠક્કર, અમૂલ ગણાત્રા, હરેનન્દ્ર ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, ધીરજ ઠક્કર, વિરેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. લક્કી ડ્રોમાં જ્ઞાતિ અગ્રણી વિનય રેલોન તરફથી એક ડોનેશન કૂપન ફ્રી આપવામાં આવ્યું હતું તેવું મીડિયા ઇન્ચાર્જ અશોક ધનજી જોબનપુત્રા દ્વારા જણાવાયું    હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd