ભુજ, તા. 29 : સંગીત અને આનંદના સથવારે અહીંના
સંગીત રસિકો માટે સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત પ્રવચન કાલીન્દીબેન ગોરે ઉપસ્થિતોનું
સ્વાગત કરી આવકાર્યા હતા અને દીપ પ્રાગટય સાથે સંગીતની સફરનો પ્રારંભ થયો હતો. વિનોદભાઇ
રૂડાણી, દેવજીભાઇ દરજી, નયનભાઇ
દોશી, ભરતભાઇ પ્રજાપતિ, ઉદયકઅમાંત મિશ્રા,
હરીભાઇ ગોર, મનીષભાઇ પલણ તેમજ મીતેશભાઇ ચૌહાણે
દીપ પ્રાગટય કર્યું હતું જ્યારે અજીતભાઇ માનસતાએ પ્રસંગોચિત ઉદ્બોધિન કર્યું હતું.
પ્રકાશ ગોર, જીજ્ઞાબેન ડાભી, હર્ષદભાઇ દોશી,
હેમાલીબેન ગોર, રાજેશભાઇ ખંડોલ, મહેન્દ્રભાઇ ગજ્જર, પ્રફુલભાઇ શાહ, ભાવેશભાઇ ઠક્કર, ભક્તિબેન ભાનુશાલી, અમિતભાઇ કોઠારી, બીમલભાઇ સિસોદીયા તથા રસિકભાઇ મકવાણાએ
ગીતોની રમઝટ બોલાવી હતી તેમજ સંચાલન સુધીરભાઇ પાઠકે સંભાળ્યું હતું.અનિલગોર,
ભૂપેન્દ્રભાઇ આર. ગોર, જથમભાઇ એમ. એસ.,
હિતેશ જોશી, અમરસિંહ જાડેજા, સુધીર પાઠક, પ્રકાશ ગોર, ડો. અશોક
ત્રિવદી, નીતીન કેશવાણી, અશોક માંડલિયા,
ભગીરથ ધોળકિયા સહિતના રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા. હરિભાઇ ગોરે કાર્યક્રમાં
હાજર રહેનારા અન્ય સહયોગીઓ તેમજ ગાયક કલાકારોનો વિશેષ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ
સંગીતમય આયોજનો કરવાની નેમ વ્યક્ત કરી હતી.