• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

બ્રહ્મલીન સંત શાંતિદાસજીને જળસમાધિ અપાઇ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 : બ્રહ્મલીન સંત શાંતિદાસજી મહારાજને બદ્રીનાથધામમાં અલકનંદા સરિતામાં શાત્રોક્ત વિધિવત જળસમાધિ અપાઇ હતી. મોટી વિરાણી રવિભાણ આશ્રમ-રામ મંદિરના મહંત અને શ્રીમદ જગદગુરુ રવિભાણ દ્વારાચાર્યશ્રી રવિભાણ કબીર સંપ્રદાય આચાર્ય સ્વામી શાંતિદાસજી મહારાજ તા. 26 શનિવારે પૂર્ણિમાના દિવસે બદ્રીનાથધામ સ્થિત હરિહર રવિભાણ આશ્રમમાં રાત્રિના શયન અવસ્થા દરમ્યાન અનંતની યાત્રાએ સીધાવ્યા હતા. બ્રહ્મલીન સંતને બદ્રીનાથધામમા અલકનંદા સરિતામાં સાધુ-સંતો-ભક્તોની હાજરીમાં શાત્રોક્ત વિધિવત જળસમાધિ અપાઇ હતી. મહામંડલેશ્વર સ્વામી જાયનકીદાસજી મહારાજ, મહંત કલ્યાણદાસજી મહારાજ, લઘુમહંત સુરેશદાસજી બાપુ-વિરાણી, મુકુલદાસજી મહારાજ, કિશોરદાસ મહારાજ, ધરણધર મહારાજ તથા અવિરામ મહારાજ, ધનેશ્વર મહારાજ, જીતુગિરિ, રામેશ્વરદાસ, છગનભાઇ માનાણ, ડો. મનસુખ પાંચાણી, ભાવેશ આઇયા, બળુભા, શાત્રી વાલજી મહારાજ સહિત વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતની શ્રદ્ધાંજલિ સત્સંગ સભા તા. 1/10 ગુરુવારે સાંજે 3થી 6 રવિભાણ આશ્રમમાં યોજાશે જ્યારે આશ્રમના ઉત્તરાર્ધી ગાદી પદે લઘુમહંત સરયુદાસજી સુરેશદાસ બાપુને ચાદરવિધિ તથા ભદ્રા ઉત્સવ તા. 12/10/26 સોમવારે યોજાશે તેવું જણાવ્યું હતું. આશ્રમમાં યોજાયેલા ભજન સત્સંગમાં શાત્રી દિલીપ મારાજ, કિશન મારાજ, નંદલાલ લુહાર, ચિરાગગિરિ ગોસ્વામી, રામભન ગોસ્વામી, ચંપાબેને ભજન રજૂ કર્યા હતા. ગામના વેપારી, ડેરી, મિકેનિક, શાકભાજીના વેપારી, રિક્ષા-ટેક્સીચાલકોએ કામકાજ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વસંતભાઇ વાઘેલા, પ.ક. ટ્રક એસોસિયેશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજા, સનાતન સેવા સંઘના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, વેપારી મંડળના પ્રમુખ દિપકભાઇ આઇયા, મહામંત્રી અમુલગિરિ ગોસ્વામી, કાનજીદાદા કાપડી, કિશાન સંઘના પ્રમુખ મનોજભાઇ માનાણી, લોહાણા મહાજનના પ્રમુખ છગનલાલ ઠક્કર, ઉપપ્રમુખ તરૂણભાઇ રાજદે, ટ્રસ્ટીઓ પ્રકાશ આઇયા, હિતેશ તકારીઆ, ચેતન આઇયા, નગરસેવકો સવિતાબેન સોલંકી, સામાબેન બળિયા, કરમશી રબારી, જયેશ કાનાણી, મુસ્લિમ જમાતના અગ્રણીઓ હાજી નૂરમામદ ખત્રી, માંડવી-ગઢશીશાના હરેશ રંગાણી, મણિલાલ સેંઘાણી, ગોવિંદભાઇ લીંબાણી, વિરાણીયા સમાજના ઉપપ્રમુખ સુરેશ કાનજિયાણી વિગેરે જોડાયા હતા. યક્ષના મેળામાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં મૌન પાળી સદ્ગતને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સંચાલન પ્રવીણ પટેલ તથા ચેતન આઇયાએ કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd