• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ઇન્ડાયરેક્ટ ટેક્સ લિટિગેશન અને સ્ટ્રેટેજિક એડવાઇઝરી ક્ષેત્રે જીએસસીની શ્રેષ્ઠતાનું સન્માન

ભુજ, તા. 28 : ET Business Excellence & Leadership Summit-2026માં જીએસસીને "Excellence in Indirect Tax Litigation & Strategic Advisory' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંસ્થાની વ્યાવસાયિક યાત્રામાં આ એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. આ સન્માન જીએસટી લિટિગેશન, ઇન્ડાયરેક્ટ ટેક્સ સલાહ, વ્યૂહાત્મક કર આયોજન તેમજ એડજ્યુડિકાટિંગ અને અપીલીય ફોરમ્સ સમક્ષ પ્રતિનિધિત્વ જેવા ક્ષેત્રોમાં જીએસસીની વર્ષોની નિષ્ઠા અને ગુણવત્તાસભર કાર્યનું પ્રતાબિંબ છે. સતત વિસ્તરતું નેટવર્ક સંસ્થાની આગવી શક્તિ છે. આજે જીએસસી દેશના 36 શહેરમાં હાજરી ધરાવે છે. આ વ્યાપને કારણે સંસ્થા વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ક્લાયન્ટ્સ અને વ્યાવસાયિક સહયોગીઓને સેવા આપી શકે છે. સંસ્થાનું નેતૃત્વ તેના ડિરેક્ટર્સ સીએ જેવાયએફ જયેશ ગોગરી, હાર્દિક મામણિયા, સીએ (એડવો.) પ્રેરણા શાહ, સીએ (એડવો.) અશોક બત્રા, સીએ (એડવો.) અરુણ અગ્રવાલ, એડવોકેટ (સીએ) જતિન હરજાઈ, સીએઁ ડો. સંજય બુરાડ અને સીએ જયેશ શાહ કરે છે. આ એવોર્ડ ક્લાયન્ટ્સ, વ્યાવસાયિક સાથીઓ, એસોસિએટ્સ, ટીમના સભ્યો, માર્ગદર્શકો અને શુભેચ્છકોએ વર્ષોથી સંસ્થા પર મૂકેલા વિશ્વાસનું પણ પ્રતીક છે. જીએસસીની પ્રગતિમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આ સન્માનથી જીએસસીનો સંકલ્પ વધુ દૃઢ બન્યો છે. સંસ્થા પ્રામાણિકતા, ટેકનિકલ ઊંડાણ, વ્યૂહાત્મક દૃષ્ટિ અને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો સાથે વ્યાવસાયિક જગત અને વેપાર-ઉદ્યોગ સમુદાયની સેવા કરતી રહેશે. સાથે-સાથે સમગ્ર ભારતમાં પોતાની પહોંચ અને ક્ષમતાઓનો વધુ વિસ્તાર કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd