• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા લોરિયા ખાતે હોસ્પિટલનું નિર્માણ કરાશે

અંજાર, તા. 19  :  ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ ટ્રસ્ટની ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-ગુજરાત પ્રદેશ તથા ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-કચ્છ સાથે સંસ્થાની યુવા સમિતિ, આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ, કાનૂની સમિતિ અને દીની સમિતિના સભ્યોની  કારોબારી બેઠકમાં હોસ્પિટલ બાંધવા અંગે નિર્ણય લેવાયો હતો. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરિયા દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને તેના પર થયેલ કામની વિગતોવાર ચર્ચા કરાઈ હતી. સંસ્થા સંચાલિત ઝુરા ખાતે કાર્યરત લાઈફ કેર હોસ્પિટલને  ભુજ તાલુકાના લોરિયા ખાતેનાં નિર્માણકાર્યને વેગ આપવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મેડિકલ કેમ્પના આયોજન અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ. સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ કેન્દ્રોના ખર્ચ અને નવા કેન્દ્રો શરૂ કરવા, કચ્છમાં નવું શૈક્ષણિક સંકુલ ઊભું કરવા, વ્યસનમુક્તિ અભિયાન તથા વ્યાજખોરી વિરોધી સેમિનાર, મહિલા જાગૃતિ સેમિનાર, વકફ બોર્ડની હેલ્પલાઈનને મજબૂત બનાવવા, ખાતુન મેરેજ બ્યૂરો સાથે પસંદગી-પરિચય મેળા, વિના કસૂરે જેલ ભોગવતા લોકો માટે વકીલની વ્યવસ્થા અને  આસાન નિકાહ કાર્યક્રમ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા થઈ  હતી. ઉપરાંત આ મિટિંગમાં શૈક્ષણિક જાગૃતિ સેમિનારોનું આયોજન, રોજગારઈચ્છુક યુવાઓને મદદરૂપ થવા, સમાજવિરોધી દૂષણો સામે જાગૃતિ ફેલાવવા, સમાજવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા, સરકારી તંત્રને મદદરૂપ થવા તેમજ બહેન- દીકરીઓને દીની તાલીમ સાથે જોડવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.  સંસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રતિનિધિઓની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાજર સભાસદોએ વિવિધ સૂચનો મૂક્યા, જેના પર ખુલ્લી ચર્ચા થઈ. મિટિંગના અંતે પ્રમુખે ઉદ્બોધન  આપી  સૌને સંસ્થાના કાર્યમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.  આ મિટિંગમાં સંસ્થાના હબીબશા સૈયદ, શાહનવાઝ ભાઈ શેખ, અશરફભાઈ પાસ્તા, સાદીકભાઈ રાયમા તેમજ હારૂન ભાઈ કુંભાર, રમજાનભાઈ બાયડ, સુલતાન ભાઇ આગરિયા, સાબિર ભાઈ કુરેશી, અબ્દુલ વહાબભાઈ સમેજા, અબ્દુલફરીદ ખાન, ફકીરમામ દભાઈ રાયશી, હયાતભાઈ નોડેઅશરફભાઈ સમેજા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દના પ્રવક્તા સૈયદ જલાલશાએ જણાવ્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd