• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

મુંદરા પર્યુષણ પર્વની ઉમંગભેર ઉજવણી

મુંદરા, તા. 17 : તપગચ્છ જૈન સંઘ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ખાતે સાધુ-સાધ્વીજી, ભગવંતોની નિશ્રામા પર્યુષણ પર્વની ઉંમગભેર ઉજવણી  થવાની સાથે ચોથના સામૂહિક સંવત્સરી, પ્રતિક્રમણ યોજાયા હતા. અનુમોદના સાથે તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો, જેમાં પ્રભુજીને ખોળામાં લઈને રથમાં બેસવાનો લાભ લોડાઈના મહેતા ચૂનીલાલ ખેતશીભાઈ પરિવારે લીધો હતો. જીનલ વિમલ મહેતા, ફોરમ મહેન્દ્ર મહેતા, ચાર્મી કિરીટ મહેતા, આરચી નિકુંજ મહેતાએ નિગોદ તપની તપસ્યા કરી હતી. તેમનો પારણાં મહોત્સવ ધામધૂમથી ચાંદીના થાળી, વાટકાથી ઊજવાયો હતો તથા નિગોદ તપના તપસ્વીઓના પરિવાર દ્વારા ત્રણેય ગચ્છની નવકારશી ફોફડ ફળિયાની વાડી ખાતે યોજાઇ હતી. આ પહેલાં ચતુરર્વિધ સંઘ સાથે વાજતેગાજતે સમૂહમાં પગલાં યોજાયાં હતાં. મુંદરાના પ્રીતિ મ.સા.ની 51મી આયંબિલની ઓળીનું પારણું યોજાયું હતું. મ.સા.એ કહ્યું હતું કે, તપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, કર્મોના નાશ થાય છે. માનવજન્મને પાણીની જેમ વેડફો નહીં. આત્માનું કલ્યાણ કરો ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયથી તપસ્વીઓનો ઐતિહાસિક વરઘોડો રંગેચંગે યોજાયો હતો. ભગવાનનો રથ તથા બે બગી વરઘોડો તથા  શકિલ લંઘાની ટીમ દ્વારા છ ઢોલ-શરણાઈ આકર્ષણ હતું, જેમાં યુવાઓએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. ભગવાનને પોંખવાનો લાભ  ફોફડિયા કંચનબેન વાડીલાલ પરિવારે લીધો હતો. ઉપરાંત તપગચ્છ જૈન સંઘ દ્વારા ત્રણ ગચ્છનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. નિકુંજ મહેતાની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. તાલુકાના ગામોમાંથી આગેવાનો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા, એવું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા તથા સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd