• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

કોહલી પછી હવે બટલરે રોહિતને પછાડયો

કોલંબો, તા. 16 : ઇંગ્લેન્ડે ત્રણ ટી20 મેચની શ્રેણીના પહેલા મુકાબલામાં શ્રીલંકાને 117 રનના મોટા અંતરથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડની આ જીતમાં કેપ્ટન હેરી બ્રૂકની સદી અને જોસ બટલરની વિસ્ફોટક 80 રનની ઇનિંગ્સનું મહત્ત્વનું યોગદાન રહ્યુંં હતું. ઓપનિંગ કરવા ઉતરેલા બટલરે માત્ર 44 બોલનો સામનો કરીને 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હવે જોસ બટલર ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે રન કરવાનાના મામલે બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. 161 મેચ રમી ચૂકેલા બટલરનાં નામે 4292 રન છે જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનાં નામે 4231 રન છે. 159 મેચ રમનારા રોહિતે 2024 ટી20 વિશ્વકપ જીત્યા બાદ સંન્યાસ લીધો હતો. આ ઉપરાંત 4596 રન સાથે પાકિસ્તાનનો બાબર આઝમ ટોચ ઉપર છે. ભારત સામે જુલાઈમાં ટી20 શ્રેણી દરમિયાન બટલરે વિરાટ કોહલીને પાછળ છોડયો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd