• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ચિપ ડિઝાઇનમાં ભારત મજબૂત શક્તિ બની ઉભર્યું

નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યશોભૂમિમાં `સેમિકોન ઇન્ડિયા- 2026'ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હાજર રહેલા દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો અને નિષ્ણાતોને સંબોધિત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, `ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વૈશ્વિક ચિપ ડિઝાઇન તથા ઉત્પાદન ક્ષેત્રે ભારત એક મજબૂત શક્તિ તરીકે ઊભરી રહ્યું છે.' આજથી શરૂ થયેલી આ ત્રિદિવસીય (17થી 19 સપ્ટેમ્બર, 2026) વૈશ્વિક પરિષદ અને પ્રદર્શનની મુખ્ય થીમ `િસલિકોન ટુ સિસ્ટમ્સ : બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ' રખાઈ છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક તથા ભારતીય કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવીને સહયોગ, રોકાણ, નવીનતા અને નવી પ્રતિભાઓના વિકાસને વેગ આપવાનો છે.આ પરિષદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની સમગ્ર વેલ્યૂ-ચેઈન આવરી લેવામાં આવી છે, જેમાં કાચામાલ (સેન્ડ) અને સામગ્રીથી લઈને ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, એડવાન્સ્ડ પેકાજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સુધીની મુસાફરી દર્શાવતો વિશેષ સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ અનુભવ રજૂ કરાયો છે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓએ ચિપ ડિઝાઇન ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. આ મહાકુંભમાં વિશ્વના બાવન દેશમાંથી 600થી વધુ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદમાં 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ વક્તા  ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ત્રણ દિવસ દરમિયાન આશરે 50,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રદર્શનમાં જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડન જેવા દેશોના ખાસ છ `કન્ટ્રી પેવેલિયન' તૈયાર કરાયા છે. આ સાથે ભારત ક્ષેત્રે રોકાણ અને સહયોગ સુગમ બનાવવા માટે છ કન્ટ્રી રાઉન્ડટેબલ બેઠકો અને ડિસ્પ્લે ઉદ્યોગમાં નવીનત્તમ પ્રગતિ પર ખાસ સત્રો યોજાશે.આ પ્રસંગે ભારતભરના 12 રાજ્યોના સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શો-કેસ, સ્ટુડન્ટ હેકાથોન, વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન અને મહિલા નેતૃત્વ પર આધારિત વિશેષ મંચ પણ પ્રદર્શિત કરાયા છે, જે ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતા અને આત્મનિર્ભરતાની પ્રતીતિ કરાવે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd