• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

જાળવણીના અભાવે મુંદરા રિલો.માં આવેલા તોરલ ગાર્ડનની બદતર હાલત

ભુજ, તા. 17 : ભુજના મુંદરા રિલોકેશન સાઈટ વિસ્તારમાં આશાપુરા મંદિર સામે આવેલા રંગવાલા ઉર્ફે તોરલ ગાર્ડનની જાળવણી ન કરાતાં દિવસા-દિવસ હાલત બદતર બનતી જાય છે. આ અંગે રહેવાસી ભૂપેન્દ્ર મહેતાની યાદીમાં જણાવાયા મુજબ ભાડાએ પંચનામું કરી 18 હજાર પાંચ વર્ષની જાળવણીના વસૂલી ગાર્ડનનો કબજો ભુજ પાલિકાને સોંપ્યો હતો. જો કે, લાંબા સમયથી પ્લાન એસ્ટીમેન્ટ, ગ્રાન્ટની ફાળવણી ન થતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ ગાર્ડન પોતાની હસ્તક લેવા પાલિકાની ઈચ્છાશક્તિ નથી, કેમ કે, જમીનમાલિકીનો પ્રશ્ન છે. જો નગરપાલિકા માલિકીનો પ્રશ્ન પડતો મૂકીને તૈયાર ગાર્ડનમાં ઝાડ, પાણીનો બોર, ચોકીદાર રૂમ, ટોઈલેટ, ગેટ વગેરે બનેલા છે, જેથી જો કમ્પાઉન્ડ વોલ, બાળકો માટે રમતગમતનાં સાધનો, લાઈટિંગ સહિતની સુવિધા ઊભી કરાય તો આ ગાર્ડન લોકો માટે ઉપયોગી બની શકે છે, આથી પાલિકા ગાર્ડન અદ્યતન બનાવે તેવી માંગ  ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd