• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભુજની મુંદરા રોડ રિલોકેશન સાઈટ પર આંગણવાડીનું મકાન ન બન્યું

ભુજ, તા. 17 : ભુજમાં ભૂકંપ બાદ ત્રણેય રિલોકેશન સાઈટો પર આંગણવાડી બને તે મરાટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર-કચ્છ જિલ્લા પંચાયતને પ્લોટ ફાળવાયા તે પૈકી મુંદરા રોડ રિલેકેશન સાઈટ પ્રમુખ સ્વામી નગર ખાતે ફાળવાયેલો પ્લોટ વર્ષ બાદ પ એમનો એમ પડયો છે. બીજો પ્લોટ કતિરા કોમર્શિયલ સામે છે તેમાં દબાણ થઈ ગયું છે. કચ્છ જિલ્લા પંચાયતને 29/5/2003ના 0/3વાળા પત્રથી ફાળવણી કરાયેલા 30 ચો.મી.ના એક પ્લોટ પર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના છે કે  આ પ્લોટો આંગણવાડી માટે અનામત રાખવામાં આવેલ છે. આ પ્લોટો પર આંગણવાડી બની નથી. જાણવા મુજબ મુંદરા રોડ રિલોકેશન સાઈટ પર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પની મંજૂરી  અને ગ્રાન્ટ ફાળવણી થઈ હતી. થોડા વર્ષ પહેલા પ્રમુખ સ્વામી નગર પહેલા ગુટ પાસે પીએચસી-5 અને વે..એશન સેન્ટર બનવાનું હતું. પણ જંગલ ખાતાના વાંધાના કારણે એ દરખાસ્ત રિજેક્ટ થઈ ગઈ. હવે નવેસરથી આ માટે સરકારી જમીન આરોગ્ય શાખા શોધે છે. પણ એવી જમીન મળતી નથી. અને સંકલનના અભાવે સરકાર જમીન શોધી આપતી નથી. તંત્ર ધારે તો 300 ચો.મી.ના પ્લોટ ઉપર પણ આરોગ્ય કેન્દ્ર બનાવી શકે. કારણ કે હાલ પણ ભાડાના મકાનમાં ભાટિયા વાડી પાસે તે કાર્યરત છે. માત્ર આ પ્લોટ કે જે જિલ્લા પંચાયતના કબજામાં છે અને 23 વર્ષથી આંગણવાડી બની નથી. અને બનવાની ન હોય તો આ પ્લોટો ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવી શકાય. અથવા આ અનામત રખાયેલ પ્લોટો પર ભાડાએ પ્લોટ પરત મેળવવા આજ સાઈટના લોકો સબ પોસ્ટ ઓફિસપ રાશનની દુકરાન, લાયબ્રેરી, બેન્ક, અન્ય સામાજિક સેવાકીય ઉપયોગમાં સરકાર દ્વારા કરવામાં આવે એવી આ વિસ્તારના લોકોની માંગ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd