• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

વડાપ્રધાન જન્મદિને જિલ્લા ભાજપ દ્વારા સમાજસેવાના કાર્યો કરાયા

ભુજ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 76મા જન્મદિને `સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાભરમાં લોકકલ્યાણ અને સમાજસેવાના વિવિધ કાર્યક્રમોનાં આયોજન કરાયાં હતાં. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લામાં આજે વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી માત્ર એક ઉત્સવ બની ન રહેતાં ગૌસેવા, જનસેવા, સ્વાસ્થ્ય, શિક્ષણ, યુવા રોજગારી અને સમાજના છેવાડાના માનવી સુધી અંત્યોદયને સાર્થક કરતાં સહાય પહોંચાડતો એક યથાર્થ `સેવાયજ્ઞ' બની રહ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈની આગેવાની તળે માધાપર માહી ડેરી સામેથી ગૌમાતા માટે ઘાસચારો ભરેલી 76 ગાડીને વિવિધ ગામડાંઓ તરફ રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભુજ શહેર ભાજપ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના 11 ધાર્મિક સ્થાન પર તેમજ કચ્છ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી પ્રાંગણમાં પણ દીવડા પ્રગટાવી મંગલ કામના કરાઈ હતી. ઉપરાંત સમગ્ર જિલ્લાના દસે દસ તાલુકાઓમાં પણ એક એક આઇકોનિક સ્થળની પસંદગી કરીને જે-તે સ્થળ પર આ `આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ વિશેષપણે યોજવામાં આવ્યો હતો, જે પૈકી લખપત તાલુકામાં માતાના મઢ કોરિડોર ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ખાતે કસ્તૂરબા વિદ્યાલય નખત્રાણામાં નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા અને તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, ભુજ સ્મૃતિવન ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ, સાંસદ વિનોદભાઈ, કચ્છ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, માંડવી સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંજાર તાલુકામાં સરહદ ડેરી ચાંદરાણી ખાતે જિ. પં. અધ્યક્ષ પ્રભાબેન હુણ અને સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ, ગાંધીધામ આંબેડકર ભવન ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, ભચાઉ શહેરમાં રેલવે સ્ટેશન ખાતે ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, તા. પં. પ્રમુખ રાજીબેન વાવિયા, નગાસર તળાવ રાપર ખાતે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા અને જિ. પં. બાંધકામ સમિતિ અધ્યક્ષ વાઘજીભાઈ છાંગા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઊજવાયો હતો. ભુજ શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા જીવનજ્યોત બ્લડબેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ સહિત જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, મીત ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી અને તેમની ટીમે રેન બસેરા ખાતે `વડીલંદના' કાર્યક્રમ યોજી વડીલોને ભોજન-પ્રસાદ અર્પણ કરાયો હતો. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીની આગેવાની હેઠળ જરૂરિયાતમંદ પરિવારજનોને રાશનકિટનું વિતરણ કરાયું હતું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ શ્રી ચાવડાના નેતૃત્વમાં ભુજ ટાઉનહોલ ખાતે `સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર'નું આયોજન કરી યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ જ ટ્રસ્ટ દ્વારા `િદવ્યાંગ લાભાર્થી મેળા' અંતર્ગત દિવ્યાંગોને જરૂરી સાધન-સહાય એનાયત કરાઈ હતી. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તે હેતુથી રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે `સાયન્સ સેમિનાર' યોજાયો હતો, જ્યારે `ટીબીમુક્ત કચ્છ'ના સંકલ્પ સાથે ટીબી હોસ્પિટલ ખાતે દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું હતું. નારીશક્તિને આત્મનિર્ભર બનાવવાના આશયથી ત્રી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પ્રો. બીનાબેન ભાનુશાલી અને ડોલીબેન શાહ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરાયું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd