ભુજ, તા. 17 : યુવા હૈયાઓમાં છુપાયેલી કલા
અને સર્જનાત્મકતાને એક ભવ્ય મંચ પૂરો પાડવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ
યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 29 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ 21મા યુવક મહોત્સવ `અભિવ્યકિત 2026: ઠવયયિ ઝફહયક્ષાિં ખયયાતિં ઊડ્ઢાયિતતશજ્ઞક્ષત!ઙ્ઘનું
જોશભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય અખબાર `કચ્છમિત્ર' મીડિયા પાર્ટનર તરીકે વિશેષ ભૂમિકા નિભાવી રહ્યું
છે, જે કચ્છના યુવાનોની આ અદ્ભુત કલાસાધનાને જન-જન સુધી પહોંચાડવાની
મહત્વની ભૂમિકા નિભાવશે. - કુલ 27 સ્પર્ધાત્મક ઇવેન્ટ્સ : યુવક મહોત્સવ `અભિવ્યક્તિ 2026' અંતર્ગત યુવા વર્ગની સુપ્ત
શક્તિઓને ઉજાગર કરતા આ મહોત્સવમાં કુલ 5 મુખ્ય વિભાગોમાં 27 જેટલી આકર્ષક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ મ્યુઝિક
વિભાગમાં ક્લાસિકલ વોકલ, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ,
લાઈટ વોકલ, વેસ્ટર્ન વોકલ, ગ્રુપ સોંગ અને ખાસ આકર્ષણ સમાન 'ફોક ઓર્કેસ્ટ્રા'નો સમાવેશ થાય છે. કચ્છની સાંસ્કૃતિક ધરોહર અને લોક સંગીતને યુવા પેઢીમાં જીવંત
રાખવાના ઉદ્દેશ્યથી આ વર્ષે `ફોક ઓર્કેસ્ટ્રા'નું વિશેષ ઉમેરણ કરવામાં આવ્યું છે. દ્વિતીય ડાન્સ વિભાગમાં ફોક/ટ્રાઇબલ ડાન્સ,
અને ક્લાસિકલ ડાન્સ, તૃતીય વિભાગ થિયેટરમાં વન
એક્ટ પ્લે (એકાંકી), સ્કીટ્સ, માઈમ,
મિમિક્રી અને મોનો એક્ટિગનો સમાવેશ કરાયો છે. ચોથા વિભાગમાં લિટરેરી
ઇવેન્ટ્સ તરીકે ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા અને ડિબેટનું આયોજન કરાયું
છે. પાંચમા ફાઇન આર્ટ્સ વિભાગમાં ઓન ધ સ્પોર્ટ પેઇન્ટિગ, કોલાજ,
પોસ્ટર માકિંગ, ક્લે મોડાલિંગ (માટીકામ),
કાર્ટાનિંગ, રંગોળી, સ્પોટ
ફોટોગ્રાફી, મહેંદી અને ઇન્સ્ટોલેશન જેવી સ્પર્ધાઓ ઉમેરવામાં
આવી છે. - એક જ કેમ્પસમાં
ધબકશે સમગ્ર કચ્છનું સાંસ્કૃતિક વિશ્વ :
કચ્છભરમાંથી યુનિવર્સિટી સાથે જોડાયેલી 42 જેટલી કોલેજોમાંથી 1500 કરતા પણ વધુ યુવા સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ તમામ
સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની સગવડ અને ભવ્ય આયોજનના ભાગરૂપે યુનિવર્સીટી ઉપરાંત મહિલા કોલેજમાં
યોજાશે - તટસ્થતા માટે કચ્છ બહારના નિર્ણાયકો : સ્પર્ધામાં ન્યાયી મૂલ્યાંકન જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા
મહોત્સવની તમામ 27 ઇવેન્ટ્સ
માટેના તમામ નિર્ણાયક તરીકે કચ્છ બહારના નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેથી
દરેક સ્પર્ધકને પોતાની પ્રતિભાના આધારે તટસ્થ અને ન્યાયી પરિણામ પ્રાપ્ત થઈ શકે. - ખ્યાતનામ પ્રતિભાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન : યુવક મહોત્સવના ઉદ્ઘાટન
સમારોહમાં કચ્છ જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટર અનિલ રાણાવસિયા મુખ્ય મહેમાન તરીકે
તથા યુથ આઇકોન તરીકે હરગુન કૌર વિશેષ ઉપસ્થિત રહી યુવા કલાકારોનો હોંસલો વધારશે. - માર્ગદર્શન અને સઘન સંકલન : કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહન પટેલ અને રજીસ્ટ્રાર
ડૉ. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે કો-ઓર્ડિનેટર તરીકે
પ્રો. કાશ્મીરા મહેતા તથા તેમની સાથે ડૉ. હિના ગંગર અને ડૉ. વિજય રામ સહયોગી તરીકે
જવાબદારી નિભાવી રહ્યા છે. `અભિવ્યક્તિ 2026' માત્ર એક સ્પર્ધા ન બની રહેતા
એવો એક મંચ બનવા જઈ રહ્યો છે જ્યાં એક જ કેમ્પસમાં સમગ્ર કચ્છ પોતાની સાંસ્કૃતિક વિવિધતા
સાથે એકછત્ર હેઠળ ભેગું થશે. અને આ આયોજનમાં 'કચ્છમિત્ર' દૈનિક મીડિયા પાર્ટનર તરીકે જોડાઈને યુવા
કલાકારોની સિદ્ધિઓને અક્ષરસ: ઉજાગર કરશે.