• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં ઇમારતના જવાબદારને 25,000નો દંડ

ગાંધીધામ, તા. 10 : શહેરના જૂના પોલીસ સ્ટેશન રોડ ઉપર બિલ્ડિંગ મટીરિયલ્સનો ખડકલો કરીને માર્ગને નુકસાન પહોંચાડનાર ઇમારતના જવાબદારો પાસેથી રૂા. 25,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે. ગાંધીધામ કોર્પોરેશનના બાંધકામ સમિતિના ચેરમેન બિપિન આહીરે એન્જિનીયરો સાથે સ્થળ નિરીક્ષણ કરીને ઉમેશ બિલ્ડિંગના જવાબદારો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. અહીં બિલ્ડિંગ મટીરિયલ્સનો ખડકલો કરવામાં આવ્યો છે, દરમિયાન ભારે વાહનનાં કારણે રોડને નુકસાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું હતું, જેનાં પગલે મહાનગરપાલિકાના જવાબદારોએ સ્થળ નિરીક્ષણ કરીને બિલ્ડિંગના જવાબદારો પાસેથી 25,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હમણાં થોડા સમયથી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનાર તેમજ પાણીનો વેડફાટ કરનાર સામે કાર્યવાહી કરીને દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. લાંબા સમય પછી કોર્પોરેશનના સત્તાધીશો હવે સક્રિય થયા છે, માત્ર આઉટસોર્સના એન્જિનીયરોના સહારે પાલિકા વિસ્તારને છોડી દેવો મુશ્કેલ છે. સત્તાધીશોએ કામગીરીની ગુણવત્તા અને મિલકતોને નુકસાન પહોંચે છે ત્યાં કાર્યવાહી કરાવવી જરૂરી છે. આ ઉપરાંત લોકોની સમસ્યાથી અવગત થઈને તેને દૂર કરે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd