• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

વાયોરમાં શંકાસ્પદ ભંગાર ભરેલી ટ્રક ઝડપાઈ

ભુજ, તા. 10  : અબડાસા તાલુકાના વાયોરમાં આધાર-પુરાવા વગર શંકાસ્પદ ભંગાર ભરેલી ટ્રક એલસીબીએ ઝપડી પાડી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ વાયોર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાગોઠ ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી  બાતમી મળી હતી કે, વાયોરમાં આવેલા બાપા દયાળુનગર-રમાં રહેતા ભીખાભાઈ બાલુભાઈ ચંદેરાના મકાન પાસે આવેલા તેમના ભંગર વાડા પાસે એક ટ્રક ઉભી છે. જેમાં છળકપટથી મેળવાયેલો ભંગાર ભરેલો છે. એલસીબીએ તપાસ કરી શંકાસ્પદ ભંગાર 20,000 કિ.ગ્રા. કિ. રૂા. 24 લાખ તથા ટ્રક નં. જી. જે. 12 એયુ 7554 કિ. રૂા. 15 લાખ એમ કુલ્લે રૂા. 29 લાખના મુદ્દામાલ સાથે ઈસ્માઈલભાઈ સિધિકભાઈ લુહાર (વાયોર)ની અટક કરવામાં આવી હતી. અને ભીખાભાઈ ચંદેરા ઉમર લાયક હોવાથી નોટીસ આપી મુક્ત કરાયા હતા. આ કામના અન્ય આરોપી આદમ અબ્દુલ શેખ (રહે. જતવાંઢ, નાની વિરાણી, તા. લખપત) અને સુલેમાનને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. વીરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વીનભાઈ સોલંકી, વિકેશભાઈ રાઠવા તથા હે. કો. દિવ્યરાજસિંહ જાડેજા અને લાખાભાઈ રબારી જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd