• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

નેધરલેન્ડના કેપ્ટનનું રાજીનામું : વર્લ્ડકપ લીગ વચ્ચે નિર્ણય

નવી દિલ્હી, તા. 10 : વિકેટ કીપર બેટ્સમેન સ્કોટ એડવર્ડસે નેધરલેન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ લીગ-2માં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને 2027 વનડે વિશ્વકપના ક્વોલિફાયરમાં જગ્યા બનાવવાની નજીક છે. રોયલ ડચ ક્રિકેટ એસોસીએશનએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો જાહેર કરીને નિર્ણયની જાણકારી આપી હતી. વીડિયોમાં સ્કોટ એડવર્ડસે પોતાના સાથીઓ સામે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે, કેપ્ટનશિપ છોડીને રમત ઉપર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. સ્કોટનાં રાજીનામાં બાદ ઓલરાઉન્ડર બાસ ડીલ લીડેને વર્લ્ડકપ લીગ-2ના બાકીના મુકાબલા માટે કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd