• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સીમાંકન ખરડો : કવાયત વચ્ચે મોદીને મળ્યા પવારના સાંસદો

નવી દિલ્હી, તા. 10 : શરદ પવાર જૂથના આઠ સાંસદે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાતે સીમાંકન વિધેયક પર સમર્થન મેળવવાના સરકારી પ્રયાસો વચ્ચે રાજકીય અટકળો જગાવી હતી. સંસદનાં ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહની શરૂઆત સાથે આ બેઠક થઇ હતી. કેન્દ્ર સરકાર સંસદમાં સીમાંકન અને એફસીઆરએ ખરડા પસાર કરાવવા માટે પ્રમુખ વિપક્ષોનું સમર્થન મેળવવા વ્યાયામ કરી રહી છે, ત્યારે આ મુલાકાત મહત્ત્વ ધરાવે છે. દરમ્યાન, એનસીપી-એસપીના સાંસદોએ જણાવ્યું હતું કે, આ એક સૌજન્ય મુલાકાત જ હતી, જેમાં મહારાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. વિવિધ અહેવાલોમાં એવો સંકેત અપાયો હતો કે, પવારનો પક્ષ સીમાંકન સુધારા વિધેયક માટે કેન્દ્ર સરકારને સમર્થન આપી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd