• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

શમીની વાપસી શક્ય : ઝહિરખાન

નવી દિલ્હી, તા. 10 : અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની ટીમ ઇન્ડિયામાં પુનરાગમન પર ઘણા લાંબા સમયથી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બુમરાહ સતત અનફીટ રહે છે. આમ છતાં અજીત અગરકરની અધ્યક્ષ પદ હેઠળની પસંદગી સમિતિ શમીને ફરી ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી અને નવા બોલરોને અજમાવી રહ્યા છે. આ મામલે ભારતીય ટીમના પૂર્વ ઝડપ બોલર ઝહિર ખાને કહ્યું છે કે, શમીએ આશા છોડવી જોઈએ નહીં. તેણે ખુદને તૈયાર રાખવો પડશે. પહેલાની જેમ જ બોલિંગ કરે અને  મેદાનની દૂર ન રહે. ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિની સોચ ભલે અલગ હોય, પણ તમારી ફિટનેસ ફોર્મ હશે તો કોઈ રોકી શકશે નહીં. શમી પાસે હજુ પણ વાપસીનો પૂરો મોકો છે, તેમ ઝહિર ખાને કહ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd