• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કુવાપદ્ધરથી બાંડિયા સીમમાંથી રૂા. 5.50 લાખના વાયરની તસ્કરી

ભુજ, તા. 10 : અબડાસા તાલુકાના કુવાપદ્ધરથી બાંડિયા સીમ વિસ્તારમાં વીજ ટાવર પરથી રૂા. 5.50 લાખના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે નલિયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ કુવાપદ્ધરથી બાંડિયા જતા સીમ વિસ્તારમાં આવેલા અવાદા કલીન પ્રોજેકટ પ્રા.લિ.ના વીજ ટાવર ઉપરથી ગત તા. 1-8થી 2-8 દરમ્યાન કુલ્લ 4500 મીટર વાયર જેની અંદાજે કિં. રૂા. 5,50,000ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd