ગાંધીધામ/ભુજ, તા. 10: સંકુલમાં જાહેરમાં જુગાર રમતા 11 ખેલીઓને પોલીસે પાંજરે પુર્યા
હતા. જ્યારે ગઈકાલે રાત્રે માંડવી તાલુકાના બિદડાની વાડીમાં તબેલા પાસે ખુલ્લા સેડમાં
પાસાનો દાવ અજમાવતા છ જુગારીને એલસીબીએ ઝડપી પાડયા હતા. કિડાણામાં સમરશા પીરની દરગાહ
પાસે તળાવની પાળ ઉપર ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સોહિલ અલીમામદ અબડા,વેલાભાઈ મંગાભાઈ મકવાણા, કિશનભાઈ ધનજીભાઈ મહેશ્વરી,કાસમ હારૂન લાડક,કાનાભાઈ ગોવાભાઈ દાફડાની રોકડા રૂા.26060 સાથે ધરપકડ થઈ હતી.
આ ઉપરાંત શહેરના વાવાઝોડા ઝુંપડા પાસે બાવળની ઝાડીમાં રમાતા
જુગાર ના પડ ઉપર પોલીસે વધુ એક દરોડો પાડયો હતો. દરમ્યાન ઓમપ્રકાશ બાબુલાલ દતા,ગેવિંદભાઈ મંગલભાઈ મહેશ્વરી, કિશનભાઈ રતનભાઈ ભર્યા, ગોપાલભાઈ જેઠાભાઈ માંગલીયા,
આનંદરાવ ગોરમહયા સ્વામી આલાગીરી, વસીમ નુરમામદ
ભુચડ તીનપતીનો જુગાર રમવાના આરોપસર પકડાયા
હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા. 4290 હસ્તગત લેવાયા હતા. ગઈકાલે રાતે એલસીબીની ટીમ પેટ્રોલિગમાં હતા.
ત્યારે બાતમી મળી હતી કે, બિદડા ગામથી
રાજલ માતા મંદિરવાળા રસ્તે ખેંગાર મમુ સગારની વાડીએ ભેંસના તબેલા પાસે ખુલ્લા સેડમાં
જુગાર રમાઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડતા ધાણીપાસા વડે હારજીતનો જુગાર
રમતા ખેંગાર ઉપરાંત અરવિંદ બાબુલાલ પટ્ટણી, પોપટ ઉર્ફે પપ્પુ
ફકીરા પટ્ટણી, વાલજી શામજી સંગાર, ભરત છગન
પટ્ટણી (રહે. તમામ બિદડા) અને અલીમામદ જુમા સમેજા (રહે. નાની ખાખર)ને રોકડા રૂા. 27,600, છ મોબાઈલ કિ.રૂા. 25,500, ચાર મોટરસાઈકલ કિ. રૂા. 80,000ના મુદામાલ સાથે ઝડપી કોડાય
પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમાં એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, હે.કો.
મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ
ગઢવી જોડાયા હતા.