• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

મોટી વિરાણીમાં ગૌસેવાર્થે `એક શામ શહીદો કે નામ' દેશભક્તિ ગીતો રજૂ થશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા.10: અહીંના વેપારી મંડળ દ્વારા 15મી ઓગષ્ટે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી પ્રસંગે ગૌસેવાના લાભાર્થે `એક શામ શહીદોંકે નામ' દેશભક્તિ ગીતોની કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરાશે. સંસ્થાના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરાશે. કબીર આશ્રમ સંસ્થાનમાં પ્રમુખ દીપકભાઈ આઇયાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ મૈયાબેન મનજીભાઈ આઇયા-દરિયાલાલ લોહાણા મહાજનવાડી ખાતે યોજાશે, ગૌસેવાર્થે અત્યાર સુધી રૂા.4 લાખથી વધુનું દાન દાતાઓ દ્વારા નોંધાયું હોવાની વિગતો આપી હતી. મહામંત્રી અમુલગીરી ગૌસ્વામીએ ત્રિવિધ કાર્યક્રમની વિગતો આપી હતી. ઉપપ્રમુખ પરસોત્તમભાઈ દિવાણી, ખજાનચી શાંતિલાલ બાથાણી અને કિશોરભાઈ સોની ઉપરાંત હાજી નૂરમામદ ખત્રી, અમૃતલાલ વાલજીયાણી,હિતેશ કારિયા, સમા અદ્રેમાન, પ્રવીણભાઈ પઢારિયાએ સૂચનો કર્યા હતા. વેપારી મંડળના સ્થાપક પૂર્વ પ્રમુખ છગનભાઇ ઠક્કરે ગામની શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાવા, ગામની વિકાસ પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાની પરંપરા જાળવવા અનુરોધ કરવા સાથે આભારવિધિ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd