કોઠારા (તા. અબડાસા), તા. 11 : તાલુકાના કનકપુરમાં
આવેલી એજેપીબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વોટરકૂલરનું લોકાર્પણ કરાયું હતું. મુંબઈ
સ્થિત કનકપુર ગામના સ્વ. કેસરબેન નાનજી રંગાણી પરિવાર (મસકોવાઈટ ગ્રુપ મુંબઈ) શાંતિલાલ
એન. રંગાણી દ્વારા અપાયેલા વોટરકૂલરનું લોકાર્પણ એમના મોટાભાઈ રતનશીભાઈ રંગાણીના હસ્તે
કોલેજના ટ્રસ્ટી અજય બારોટની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ પ્રો. ડો.
કેકાબેન ભટ્ટે દાતાનો આભાર માન્યો હતો. અધ્યાપકો પ્રો. ડો. રમેશ ભટ્ટ, પ્રો. કસ્તૂરબા ધલ, પ્રો. સુનીતાબા જાડેજા, પ્રો. માનસી ગોસ્વામી,
પ્રો. પદમા મહેશ્વરી, પ્રો. હેતલ પરમાર,
પ્રો. રામસંગજી સોઢા અન્ય સ્ટાફ તેમજ બી.એ. તથા બી.કોમના છાત્રો હાજર
રહ્યા હતા.