• ગુરુવાર, 09 જુલાઈ, 2026

જૂની મોટી ચીરઈમાં પુનર્વસન માટે 2500 વાર ભૂમિદાન

ભચાઉ, તા. 7 : ભારત સરકારના રેલવે લાઇનના વિસ્તરણ અને નવા પુલનાં નિર્માણ પ્રકલ્પ હેઠળ જૂની મોટી ચીરઈ ગામના કોળી સમાજના આશરે 70થી વધુ મકાનો, એક મંદિર તેમજ કોમ્યુનિટી હોલ પ્રોજેક્ટની હદમાં આવી જતાં અનેક પરિવારો ઘરવિહોણા બનવાની સ્થિતિ સજાઈ હતી. વર્ષ 1957થી પંચાયતમાં અસ્તિત્વ ધરાવતા અને નિયમિત વેરો ભરતા આ વિસ્તારના રહેવાસીઓને માત્ર સામાન્ય વળતર મળવાની શક્યતા હોવાથી ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું આ પરિસ્થિતિની જાણ થતાં મોટી ચીરઈના અનિરુદ્ધાસિંહ મહેન્દ્રાસિંહ જાડેજા અને તેમના પુત્ર પ્રદ્યુમનાસિંહ જાડેજાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં કોઈપણ સ્વાર્થ વિના કોલી સમાજના અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે આશરે 2500 વાર જમીનનું ભૂમિદાન આપવાની જાહેરાત કરી છે. આ ભૂમિદાનથી અસરગ્રસ્ત પરિવારોને નવાં મકાનો બાંધવા માટે આશાનું નવું કિરણ મળ્યું છે. સામાજિક એકતા અને પરસ્પર સહકારનું આ કાર્ય સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનું કારણ બન્યું છે. આ પ્રસંગે મોટી ચીરઈ ક્ષત્રિય સમાજ અને કોલી સમાજના આગેવાનો ઉપરાંત વિવિધ રાજકીય, સામાજિક અને સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારનું સમાજ આગેવાનોએ બહુમાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભૂમિદાન પ્રક્રિયામાં ચંદ્રાસિંહ સુરૂભા જાડેજાની મહત્ત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા રહી હતી. 

Panchang

dd