• ગુરુવાર, 09 જુલાઈ, 2026

રતનાલમાં વિદ્યાભારતીની માધ્યમિક શાળા માટે જમીન આપવાની નેમ

રતનાલ (તા. અંજાર), તા. 7 : તાલુકાના રતનાલ-મોડસર માર્ગ ઉપર આવેલા માધવ  વનમાં  વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ શિક્ષણના વ્યાપ માટે  જમીન દાન આપવાની  દાતાએ  નેમ વ્યક્ત કરી હતી. બે વર્ષ અગાઉ રતનાલ ગામના સામાજિક અગ્રણી નારણભાઈ રૂપાભાઈ આહીર (આર.આર.એ.) દ્વારા પોતાની માલિકીની જમીનમાં આવેલી ગૌચર જમીનને સમાજને અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્થળે ગૌચર જમીન ઉપર એક વર્ષ અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા  અહીં વૃક્ષારોપણ કરાયા બાદ તેની સતત જાળવણી કરવામાં આવી હતી. આ માધવ વનમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. રતનાલમાં રસિક સમાજ દ્વારા યોજાતી બાલસભાના શિક્ષકો અને બાળકો પણ આ સ્થળની મુલાકાત વૃક્ષારોપણની સમજ  કેળવી હતી.આ પ્રસંગે ગૌચર જમીન આપનાર નારણભાઈ આહીર દ્વારા વિદ્યાભારતીની શિશુમંદિરને માધ્યમિક શાળા શરૂ કરવા પોતાની વાડીની જમીન   ભવિષ્યમાં દાન આપવાની નેમ વ્યક્ત કરી હતી.  આ વેળાએ સરપંચ ત્રિકમભાઈ વરચંદ, કાનજીભાઈ વિરાણી, ભગુભાઈ વીરુ, રાજેશભાઈ પટેલ, મકનજીભાઈ છાંગા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.        

Panchang

dd