ગાંધીધામ, તા. 27 : દેશનાં મજબૂત અર્થતંત્રની કડી
ગણાતા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને જીએસટી અધિનિયમોના
સરણીકરણ અને ઉદ્યોગોને વધુ પ્રોત્સાહિત કરી વધુ સશક્ત કરવાના હેતુથી ગાંધીધામ ચેમ્બર અને સેન્ટ્રલ
જીએસટી દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગકારો, સી.એ. એસોસીએશન અને કરવેરા સલાહકારો `તમારો જીએસટી મુદ્દો અમારી
પ્રાથમિકતા' વિષય ઉપર પરિસંવાદનું
આયોજન કરાયું હતું. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, જીએસટી
નિયમો અને તેની સેવાઓના સરણીકરણ દ્વારા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને સશક્ત બનાવવો કાર્યક્રમનો
મુખ્ય હેતુ છે. સરકારે એમ.એસ.એમ.ઈ. સેક્ટરને
વધુ મજબૂત કરવા ઉદ્યોગ મૈત્રીપૂર્ણ
સિસ્ટમ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી
છે. જીએસટી અમલીકરણમાં સરકારની વિવિધ યોજનાઓનો
ઉદ્યોગકારો કેવી રીતે વધુ લાભ લઈ શકે તેની માહિતી આ કાર્યક્રમ થકી ઉદ્યોગકારોને મળશે
તેવું તેમણે જણાવ્યું હતું. સેન્ટ્રલ જીએટી કમિશનર અખિલેશકુમારે કહ્યું હતું કે, સરકાર અને કરદાતાઓ વચ્ચે વિશ્વાસ
વધે અને અનુપાલનમાં સરળતા રહે તે માટે કર પ્રણાલીના સરળ અમલીકરણમાં વેપાર ઉદ્યોગ સાથે
સંવાદ સાંધવાની ભારત સરકારની નીતિ રહી છે. આસિસ્ટન્ટ કમિશનર સંતોષ સેરડોને સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી આપી એમ.એસ.એમ.ઈ.
ક્ષેત્રને અર્થતંત્રનું ગ્રોથ એન્જિન અને ગુજરાતનું
પાવરહાઉસ ગણાવ્યા હતા. ચેમ્બરના માનદમંત્રી
મહેશ તીર્થાણીએ કરદાતાઓની સુવિધા વધારવા
માટે સરકારની નીતિગત પહેલો અને માળખાકીય સુવિધાઓ
એમ.એસ.એમ.ઈ. સેક્ટર માટે પ્રોત્સાહક બનશે તેવી
લાગણી વ્યક્ત કરી હતી. પ્રશ્નોતરી દરમ્યાન ટેક્સ ટકાવારી, વર્કિંગ કેપિટલ
અને અનુલાન સબંધી વિષયો મુદ્દે ચર્ચા કરી હતી. લઘુ ઉદ્યોગભારતી ગુજરાતના જનરલ સેક્રેટરી
કિરણ આહીર, સીએ અનિમેષ
મોદી, રાજીવ સિંહ, ગિરીશ અગ્રવાલ, જિતેન્દ્ર લાલચંદાની, ભરતસિંહ જાડેજા એસ.વી. ગોપલાણી,
નવનીત ગજ્જર, મેહુલ પંડયા, મુકેશ ભારતીયા, નીલેશ
બુચે પ્રશ્નોતરીમાં ભાગ લધો હતો. ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારખ, સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેસ ગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.