માંડવી, તા. 27 : માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ
દ્વારા કચ્છ જિલ્લાના બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ તેમજ સનાતન ધર્મને અનુસરતા તમામ જ્ઞાતિજનોના
વિદ્યાર્થીઓને રાહત ભાવે 8000 નોટબુકનું
વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને
નિ:શુલ્ક નોટબુક આપવામાં આવી હતી. નોટબુક વિતરણનો પ્રોજેક્ટ મહામંત્રી મુકેશ ત્રિવેદી
દ્વારા માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકેશભાઈ જોષીના સહયોગ અને માર્ગદર્શનથી
ચાલી રહ્યો છે. કેતન ઓઝા ખજાનચીની સેવા આપી રહ્યા છે સાથે માંડવી યુવા બ્રહ્મસમાજના
પાર્થ જોષી તથા માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના તમામ પદાધિકારીઓ તથા કારોબારી સભ્યોનો
સહયોગ મળેલો હતો. નોટબુક વિતરણનાં સ્થળ માટે પરેશ જોષી, ભૂપેન્દ્ર જોષી, ગૌરી
મહારાજ, ભરતભાઈ અબોટી, વિનય ટોપરાણી,
આનંદભાઈ નાગુએ વ્યવસ્થા સંભાળી હતી. મુકેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકા
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી ટૂંક સમયમાં જરૂરતમંદ બ્રહ્મસમાજ પરિવારોને રાશન કિટ,
પર્યાવરણ ક્ષેત્રે તેમજ સેવાકીય કાર્ય પણ કરશે અને વિશિષ્ટ સિદ્ધી મેળવેલ
વિદ્યાર્થીઓને સન્માનિત કરાશેનું જણાવાયું હતું. સમસ્ત જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખ
દિપેશભાઈ શાત્રી, કીર્તિભાઈ ગોર, શિલ્પાબેન
નાથાણી, મહિલા મંડળ અગ્રણી અર્પણાબેન વ્યાસ, પલ્લવીબેન દવેએ સૂચનો કર્યાં હતાં.