ભુજ, તા. 27 : શિક્ષણને પ્રોત્સાહન આપવા અને
વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવાના આશય સાથે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય છાત્રસભા
દ્વારા એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના
પ્રમુખ વીરેન્દ્રાસિંહ જાડેજાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ
સેવાકાર્યને વીરેન્દ્રસિંહ જાડેજા, છાત્રસભાના ઋષિરાજસિંહ જાડેજાતેમજ અનિરુદ્ધસિંહ વાઘેલાના હસ્તે વિધિવત રીતે
ખુલ્લો મુક્યો હતો. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી મળી રહે તે માટે
આ આયોજનમાં નામાંકિત કંપનીઓની નોટબુક્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે
અંજાર અને ભચાઉ તાલુકાના વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક આપવામાં આવી હતી. બીજા દિવસે
મુંદરા તાલુકાના વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આગામી દિવસોમાં આ અભિયાન અંતર્ગત
સમગ્ર કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં રાહતદરે નોટબુક વિતરણ કરવામાં આવશે. સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ યોજનાનો
લાભ લીધો છે. કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય છાત્રસભાના ઋષિરાજસિંહ
ડી. જાડેજા, અનિરુદ્ધસિંહ વાઘેલા,ક્રિષ્નારાજસિંહ જાડેજા તથા વિજયસિંહસોઢાએ જહેમત ઉઠાવી હતી. છાત્રસભાના આ શૈક્ષણિક અને સામાજિક કાર્યને
સમગ્ર કચ્છ પંથકમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.