• શનિવાર, 13 જૂન, 2026

ડીપીએ કંડલા દ્વારા 133 એલપીજી જહજોનું સંચાલન

ગાંધીધામ, તા. 11 : ઈરાન અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, જેનાં કારણે મધ્ય પૂર્વના દેશોમાં સંકટની સ્થિતિ સર્જાતાં વિશ્વભરમાં તેલ અને રાંધણગેસના જથ્થાની કટોકટીભરી સ્થિતિ સર્જાઇ છે. હજુ પણ આ પરિસ્થિતિ કેટલી લાંબી ચાલશે તે મુદ્દે કંઈ કહી ન શકાય. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ એલપીજી કાર્ગોના હેન્ડાલિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે. આ અંગે પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ 2025-26માં પોર્ટ દ્વારા 133 એલપીજી જહાજોનું સંચાલન કરાયું હતું. આ દરમ્યાન 2.61 મિલિયન મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ હેન્ડલ કરાયો હતો. આ આંકડો વાર્ષિક ધોરણે 25 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ મેળવાઈ છે . આ સિદ્ધિ દેશની ઊર્જા આયાત માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે બંદરના વધતા મહત્ત્વ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રિત વૃદ્ધિ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.  આ મજબૂત વૃદ્ધિ કંડલાની વિશ્વસ્તરીય માળખાંગત સુવિધા, સુવ્યવસ્થિત કાર્ગો હેન્ડાલિંગ પ્રક્રિયાઓ અને કાર્યક્ષમ જહાજ ટર્ન અરાઉન્ડ ક્ષમતાઓમાં વેપાર હિસ્સેદારોમાં વધતો વિશ્વાસ દર્શાવે છે. બંદરે આધુનિકીકરણ પહેલ, ડિજિટલાઇઝેશન અને માળખાંગત સુવિધાઓના અપગ્રેડ દ્વારા તેની કાર્યકારી કાર્યક્ષમતામાં સતત વધારો કર્યો છે. મિકેનિઝમની દિશામાં પણ પોર્ટ દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યાં છે. જેનાથી ઊર્જા કાર્ગો હેન્ડાલિંગની વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળી છે. એલ.પી.જી. ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ દીનદયાલ પોર્ટ કંડલાની કાર્યક્ષમ વેપારને સરળ બનાવવા, રાષ્ટ્રીય ઊર્જા જરૂરિયાતોને ટેકો આપવા અને વૈશ્વિક દરિયાઈ પાવરહાઉસ તરીકે ભારતના ઉદભવમાં યોગદાન આપવાની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. બંદર વપરાશકર્તાઓ, શાપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો, લોજિસ્ટિક્સ ભાગીદારો અને દીનદયાળ પોર્ટના કામદારોના સામૂહિક પ્રયાસોએ બંદરને સતત વિશ્વસનીય અને કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ બનાવ્યું છે. ક્ષમતા વૃદ્ધિ, ટેકનોલોજી અપનાવવા અને ગ્રાહક કેન્દ્રિત કામગીરીમાં સતત રોકાણો સાથે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી એક અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર અને ભારતના ઊર્જા લોજિસ્ટિક્સ નેટવર્કના એક મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકેની તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા માટે સારી સ્થિતિમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રાંધણગેસ ભરેલા જહાજોનું દીનદયાળ પોર્ટ દ્વારા વાડીનાર અને કંડલા ખાતે સંચાલન કરાયું હતું. આ દરમિયાન મધદરિયે શિપ ટુ શિપ એલપીજી ટ્રાન્સફર કરીને દેશના અન્ય શહેરો માટે જથ્થો સમુદ્રી માર્ગે પહોંચાડવામાં આવ્યો હતો. જેનાથી દેશમાં ઊભી થયેલી રાંધણગેસની કટોકટીમાં રાહત મળી હતી. 

Panchang

dd