• શનિવાર, 13 જૂન, 2026

ઓસ્ટ્રેલિયા સામે બાંગલાદેશને પહેલીવાર વન-ડે શ્રેણી વિજય

મિરપુર, તા. 11 : વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગલાદેશનો પહેલીવાર દ્વિપક્ષી વન ડે શ્રેણીમાં વિજય થયો છે. આજે રમાયેલી વરસાદગ્રસ્ત બીજી વન ડે મેચમાં બાંગલાદેશની ડી/એલ સિસ્ટમથી પ વિકેટે જીત થઇ હતી. 42-42 ઓવરના મેચમાં ઓસ્ટ્રેલિયાના 8 વિકેટે 187 રન થયા હતા. ઓસ્ટ્રેલિયાએ શૂન્યમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શૂન્ય રનમાં 3 વિકેટ ગુમાવનાર તે વન ડેમાં ચોથી ટીમ બની હતી. પ્રારંભના ધબડકા પછી કપ્તાન ઈંગ્લીસે 34 અને લાબુશેને પપ રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી તસકીન-મુસ્તાફિઝુરે 3-3 વિકેટ લીધી હતી. બાંગલાદેશને 41 ઓવરમાં 192 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે 3પ ઓવરમાં પ વિકેટે હાંસલ કરી લીધો હતો. સૌમ્ય સરકારે અને નઝમુલ શાંતોએ 42-42 રન અને તૌહિન હ્યદયે અણનમ 40 રન કર્યાં હતા. 

Panchang

dd