• શનિવાર, 13 જૂન, 2026

મોટી વિરાણીમાં જીવતા વીજરેષા પડતાં લોકો ભયભીત

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 12 : ગામના ભૂતરાઇ મફતનગર વિસ્તારમાં શુક્રવારે સવારે જીવંત વીજરેષા ધરાશાયી થતાં વસાહતના લોકોમાં ભય પ્રસર્યો હતો. જોકે, ઘટના સમયે પસાર થતા એક મહિલાનો સદ્ભાગ્યે બચાવ થયો હતો. આ અંગે ગ્રા.પં.ના પૂર્વ સામાજિક ચેરમેન કાનજી ધનજી બળિયાના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વર્ષો જૂની વીજ વાયરની લાઇન જર્જરિત હાલતમાં હોઇ અવાર-નવાર વીજ વાયર તૂટી જવાના બનાવ બને છે. સમસ્યા અંગે નખત્રાણા પીજીવીસીએલની કચેરીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા જૂની લાઇનો બદલવા માટેની રજૂઆતને ધ્યાને લેવાયું નથી. બળિયાના જણાવ્યા મુજબ વરસાદની સિઝન આવી રહી છે, ત્યારે વરસાદ-પવનથી જર્જરિત લાઇન તૂટી જવાથી જોખમ સર્જાય તે પૂર્વે વીજતંત્ર દ્વારા વીજરેષા બદલવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. 

Panchang

dd