• શનિવાર, 13 જૂન, 2026

2027નો વર્લ્ડકપ ચોથી ઓક્ટોબરથી ?

નવી દિલ્હી, તા. 11 : 2027નો વન-ડે વર્લ્ડકપ 4 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 21 નવેમ્બરે રમાઈ શકે છે. 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે વર્લ્ડકપનું આયોજન કરશે. એક અહેવાલ મુજબ ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો દક્ષિણ આફ્રિકામાં યોજાવાની શક્યતા છે. 54 મેચોમાંથી 40 મેચો દક્ષિણ આફ્રિકાના આઠ સ્ટેડિયમમાં યોજાવાની ધારણા છે. ઝિમ્બાબ્વે ત્રણ સ્થળોએ આઠથી દસ મેચોનું આયોજન કરશે, જ્યારે નામિબિયા ત્રણ મેચોનું આયોજન કરી શકે છે. ઝિમ્બાબ્વેનાં સ્થળોની યાદીમાં વિક્ટોરિયા ફોલ્સનો ઉમેરો થયો છે. હરારે અને બુલાવાયોમાં પણ વર્લ્ડકપ મેચોનું આયોજન થવાની શક્યતા છે. 2027ના વન-ડે વર્લ્ડ કપમાં 14 ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે. આ ટીમોને સાત-સાતના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો સુપરસિક્સ માટે ક્વોલિફાય થશે. અગાઉના બે વર્લ્ડકપમાં 10-10 ટીમો હતી. ઓસ્ટ્રેલિયાએ 2023નો વર્લ્ડકપ જીત્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં કાંગારુ ટીમે યજમાન ભારતને છ વિકેટથી હરાવ્યું હતું.  

Panchang

dd